For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું અનોખું ભીમકાય પ્રાણી

વિશ્વમાં આજે પણ એવા કેટલાયે રહસ્યો, જાતિઓ-પ્રજાતિઓ છે, જેનાથી માનવજાત અજાણ છે. ઇન્ડોનેશિયામાં જોવા મળેલ ભીમકાય પ્રાણી આ વાતનો પુરાવો છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

ઇન્ડોનેશિયામાં આવેલા સીરમ આઇલેન્ડના કિનારા પર એક મહાકાય દરિયાઇ જીવ જોવા મળ્યો છે, આ પ્રકારનું પ્રાણી વિશ્વમાં આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. 15 ફૂટ અર્થાત 50 મીટરની લંબાઇ ધરાવતું આ પ્રાણી દૂરથી કોઇ વિશાળ બોટ જેવું લાગતું હતું, પરંતુ જ્યારે સ્થાનિક લોકોએ તેને નજીક જઇને જોયું તો એ કોઇ દરિયાઇ જીવ હોવાનું જાણવા મળ્યું. ઇન્ડોનેશિયના આયલેન્ડ પર આ પ્રાણી મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.

video

ડેલીમેલ ન્યુઝ વેબસાઇટનાં એહવાલ મુજબ ત્યાનાં તુઆનુકોતાએ આ સમુદ્રી પ્રાણીને સૌથી પ્રથમ જોયું હતુ. દૂરથી જોતા તુઆનુકોતાને આ કોઇ ફસાયેલી બોટ જેવી લાગતી હતી, પરંતુ જ્યારે તેણે નજીક જઇને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.

તુઆનુકોતાએ આ વિશાળ પ્રાણીને જોવા માટે અન્ય લોકોને બોલાવ્યાં, તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આ પ્રાણી ઘણું મોટું હતું, કેટલાક લોકોના મતે આ વ્હેલના શરીરનો કોઇ ભાગ હોઇ શકે છે. પરંતુ હજુ સુધી આ વાતને લઇને કોઇ પાક્કી ખબર મળી નથી. તમે પણ જુઓ આ મહાકાય દરિયાઇ જીવનો વીડિયો....

{promotion-urls}

English summary
Giant MYSTERY sea creature washes up on beach, Indonesia.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X