ગૂગલ AIની મોટી ભવિષ્યવાણી, આ 4 રીતે થઈ શકે છે દુનિયાનો અંત
દુનિયાભરના ઘણા નિષ્ણાતો સમયે સમયે પૃથ્વીના અંતને લઈને ભવિષ્યવાણી કરતા રહે છે. હવે આનાથી આગળ વધીને ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે દુનિયાના અંતને લઈને ભવિષ્યવાણી કરી છે.
આ દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે દુનિયાને ભગવાને બનાવી છે તો કેટલાક લોકો વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે. દુનિયા સેકન્ડે સેકન્ડે બદલાઈ રહી છે ત્યારે ઘણા વૈજ્ઞાનિકો આ ફેરફારો પર નજીકથી નજર રાખે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે માણસજાતે પૃથ્વી પર વેરેલા વિનાસનું પરિણામ માનવજાતને ભોગવવુ પડી શકે છે. ટુંક સમયમાં કુદરત તેનો બદલો લઈ શકે છે.
કુદરત પર કોઈનો કંટ્રોલ નથી અને તે કેવી રીતે કહેર વરસાવશે તેને લઈને કોઈપણ શક્યતાઓનો અંદાજ નથી ત્યારે વૈજ્ઞાનિકો પૃથ્વી પર થઈ રહેલી ઘણી હલચલો પર નજર રાખે છે. લાખો વર્ષો પહેલા વિશ્વમાં ડાયનાસોરની જેમ આકાશમાંથી ઉલ્કા વર્ષાના કારણે સમગ્ર પૃથ્વી પરથી ડાયનાસોર નાશ પામ્યા તેવી જ કોઈ ઘટના વિનાશ સર્જી શકે છે.
દુનિયાનીઘણી સંસ્કૃતિઓ અને ઘણા જ્યોતિષીઓએ વિશ્વના અંતની તારીખ અને પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ હજુ સુધી કોઈ આગાહી સાચી થતી જોવા મળી નથી. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે દુનિયાના અંત માટે ચાર રસ્તાઓની આગાહી કરી છે.
ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર બાર્ડે વિશ્વના અંત વિશે કેટલીક સંભાવનાઓની આગાહીઓ કરી છે. જો કે બાર્ડે એ પણ સ્પષ્ટ કર્યું કે વિનાસ પછી પણ પછી પૃથ્વી ફરી હરીભરી થશે. આ મનુષ્યના હાથમાં છે કે તે પૃથ્વી સાથે કેવી રીતે વર્તે છે.
વિશ્વનો અંત કઈ રીતે થશે તેને લઈને બાર્ડે કહ્યું કે, વિશ્વનો અંત આવવાનો સૌથી સંભવિત રસ્તો પરમાણુ યુદ્ધ છે. આ સિવાય કુદરતી આફતોના કારણે પણ દુનિયાનો નાશ થઈ શકે છે. જેમાં ઉલ્કા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્રીજા કારણ અંગે બાર્ડે જણાવ્યું કે પૃથ્વીનું વાતાવરણ અચાનક બદલાઈ જશે. એવું હવામાન આવશે કે મનુષ્ય માટે પૃથ્વી પર રહેવું અશક્ય બની જશે. આનાથી દુનિયાનો પણ નાશ થઈ શકે છે.
જો કે બાર્ડે ચોથું કારણ આશ્ચર્યજનક આપ્યુ છે. અહીં બાર્ડે વિનાસ માટે પોતાનું જ નામ લીધુ છે. એક દિવસ AI એટલુ અદ્યતન બની જશે કે તે પૃથ્વી પરથી મનુષ્યોને મિટાવી દેશે.












Click it and Unblock the Notifications
