કંપનીમાં મેનેજરની પોસ્ટ છોડીને શરૂ કર્યુ ડ્રાઈવિંગ, કારણ જાણીને વિચારતા રહી જશો
ઝડપથી વિકસી રહેલુ બેંગ્લોર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે ત્યારે હવે તે ફરીથી ચર્ચામાં આવ્યુ છે. અહીંનો એક વ્યક્તિ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલી આ કહાની એક એવા વ્યક્તિની છે જે એક સારી કંપનીમાં કામ કરતો હતો અને કોર્પોરેટ મેનેજરના પદ પર હતો. આ પછી તેણે નોકરી છોડીને રેપિડો ડ્રાઈવર બનવાનું યોગ્ય માન્યું.

કોઈપણ વ્યક્તિને કંપનીમાં મેનેજર બનવામાં સારો એવો સમય લાગે છે. સારા અનુભવ પછી જ વ્યક્તિ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર આવે છે.
આ વ્યક્તિએ કંપની છોડીને ઉબેર ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું, જેથી તે લોકોને તેમના ગંતવ્ય સુધી લઈ જઈ શકે. તે વ્યક્તિએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યારે સવારી કરતી મહિલાને ખબર પડી કે ડ્રાઈવર અગાઉ એક જાણીતી કંપનીમાં મેનેજર હતો ત્યારે તે પણ ચોંકી ગઈ.
બેંગલુરુમાં અન્ય એક ઘટનામાં એક X યુઝર્સે ખુલાસો કર્યો કે એક કેબ ડ્રાઈવરે બજારમાં તેની પોતાની રાઈડ-શેરિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે અને તેનો પ્રચાર કરી રહ્યો છે. તે ઉદ્યોગની દિગ્ગજ કંપનીઓ ઉબેર અને ઓલા સાથે સ્પર્ધા કરવા માંગે છે. આ પોસ્ટ ધ બેંગલુરુ મેન નામના યુઝરે શેર કરી છે.
શ્રુતિ નામની યુવતીએ રેપિડો એપના ઓફિશિયલ હેન્ડલને ટેગ કર્યું છે. જવાબમાં કંપનીએ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં કમ્ફર્ટ રાઈડની શુભેચ્છા આપી.
રેપિડોએ લખ્યું કે, હાય શ્રુતિ, અમારા કેપ્ટન પ્રત્યેના તમારા ઉદાર શબ્દો માટે અમે આભારી છીએ. તમારી પોસ્ટ વાંચ્યા પછી અમે ખરેખર ખુશ છીએ અને અમે આશા રાખીએ છીએ કે અમારી સાથેની તમારી આગામી સફર આનંદપ્રદ રહેશે. રેપિડો સાથે સવારી ચાલુ રાખો. કોઈપણ ભાવિ સહાય માટે કૃપા કરીને DM દ્વારા અમારો સંપર્ક કરો.
આ પોસ્ટ થોડા દિવસો પહેલા શેર કરવામાં આવી હતી અને ઘણા લોકો દ્વારા તેને લાઈક અને શેર કરવામાં આવી છે. એક યુઝરે તેને અદ્ભુત ગણાવ્યું જ્યારે બીજાએ કહ્યું કે તે ખૂબ જ આશ્ચર્યજનક છે.












Click it and Unblock the Notifications
