અહીં કપલ સુહાગરાત પહેલા સ્મશાનમાં પુજા કરે છે, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પરંપરા?
આ દુનિયામાં લગ્નને લઈને હજારો પરંપરાઓ જોવા મળે છે. દરેક સમુદાયના પોતાના નિયમો છે ત્યારે ભારતમાં એક ગામમાં આવી જ એક વિચિત્ર પરંપરા જોવા મળે છે. અહીં કપલ સુહાગરાત પહેલા સ્મશાનમાં પુજા કરે છે.
સામાન્ય રીતે નવવિવાહિત જોડીને અશુભ વસ્તુઓથી દુર રાખવામાં આવે છે પરંતુ રાજસ્થાનના જેમલમેર જિલ્લાના એક ગામમાં આનાથી ઉંઘી પરંપરા જોવા મળે છે. અહીં લગ્ન બાદ તરત જ કપલ સ્મશાનમાં પુજા કરે છે.

અહીં આ પંરપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈપણ પ્રકારના દબાણ વગર લોકો તેને અનુસરતા આવ્યા છે. અહીં દરેક લોકો લગ્ન બાદ તરત જ સ્મશાનમાં પુજા કરવા પહોંચે છે. ચૌકાવનારી બાબત એ છે કે માત્ર લગ્ન જ નહીં પરંતુ કોઈપણ પ્રસંગમાં લોકો સ્મશાનમાં લઈને પુજા ફરજીયાત કરે છે.
આ પરંપરા રાજસ્થાનના જેસલમેરથી 6 કિમી દૂર આવેલા બડા ગાંવ નામના ગામમાં જોવા મળે છે. અહીં રાજવી પરિવારનું પારિવારિક સ્મશાન છે. જેમાં 103 રાજા-રાણીઓની છત્રીઓ બનાવવામાં આવી છે. કહેવાય છે કે રાજા અને તેની રાણીઓની યાદમાં છત્રી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. આ છત્રીઓ નીચે સમાધિ હોય છે.
અહીં એક માન્યતા પ્રચલિત છે કે, પૂર્ણિમાના દિવસે લગ્ન બાદ વર-કન્યા પ્રથમ પૂજા સ્મશાનમાં જ કરે છે. સ્થાનિકો માને છે કે આ તેમની વર્ષો જૂની પરંપરા છે. જે તે નિભાવી રહ્યા છે. સ્મશાનની આ છત્રીઓના આશીર્વાદ લેવા માટે તમામ દંપતીઓ જાતે પરંપરા અનુસાર પહોંચે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિ દરમિયાન આ છત્રીઓમાંથી ઘોડેસવારી, પાયલ, હુક્કા પીવા અને અન્ય વિવિધ અવાજો આવે છે. આટલા માટે રાત્રિ દરમિયાન છત્રીઓ પાસે કોઈ જતુ નથી.












Click it and Unblock the Notifications
