નવજાત શિશુને જ્યારે ડૉક્ટરે રડાવાની કોશિશ કરી તો બાળક ગુસ્સે થઈ ગયુ, ફોટો વાયરલ
દુનિયામાં સૌથી સુંદર પળ એ હોય છે જ્યારે એક મા ગર્ભમાં પળી રહેલા પોતાના બાળકને જન્મ આપે છે. બ્રાઝિલની એક હોસ્પિટલમાં એવુ થયુ જેનાથી સૌ કોઈ ચોંકી ગયા. બ્રાઝિલના રિયો ડી જેનેરિયોની હોસ્પિટલમાં 13 ફેબ્રુઆરીએ એક બાળકીએ જન્મ લીધો. જન્મ બાદ તરત જ તે બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફોટોમાં નવજાત બાળકી ડૉક્ટરને ગુસ્સાથી જોતી દેખાઈ રહી છે. બાળકીના આ ગુસ્સાવાળા એક્સપ્રેશન ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

બાળકીએ ગુસ્સામાં ડૉક્ટરને જોયા
તમને જણાવી દઈએ કે બાળકીના જન્મ બાદ ડૉક્ટરે ગર્ભનાળ કાપતા પહેલા બાળકીને રડાવવાની કોશિશ કરી તો બાળકીએ ગુસ્સામાં ડૉક્ટરને જોયા. બાળકીના આ એક્સપ્રેશન જોઈ ડૉક્ટર ચોંકી ગયા. આ પળને કેમેરામાં કેપ્ચર કરી લેવામાં આવી. ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર બાળકીના એક્સપ્રેશનનો ફોટો વાયરલ થવા લાગ્યો છે.

શાનદાર પળ
વાસ્તવમાં બાળકીના જન્મ બાદ રડી નહોતી તો ડૉક્ટર્સે બાળકીને રડાવવાની કોશિશ કરી જેથી ખબર પડી શકે કે બાળકી સ્વસ્થ છે કે નહિ, જેવી ડૉક્ટરે બાળકીને રડાવવાની કોશિશ કરી તો તે ગુસ્સામાં જોવા લાગી. ગર્ભનાળ કાપ્યા બાદ બાળકી રડવા લાગી. બાળકીનો ફોટો હોસ્પિટલ તરફથી શેર કરવામાં આવ્યો. ફોટો વિશે ડૉક્ટરે કહ્યુ કે બહુ જ શાનદાર પળ હતી. પેરેન્ટ્સે બાળકીનુ નામ ઈસાબેલ પરેરા ડી જીસસ રાખ્યુ છે. બાળકીનો જન્મ ઑપરેશનથી થયો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ
બાળકીના ગુસ્સાવાળા એક્સપ્રેશનનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આજ સુધીના ઈતિહાસમાં આવુ ક્યારેય નથી થયુ કે નવજાત શિશુએ ગુસ્સાવાળા એક્સપ્રેશન આપ્યા હોય, આ એક ઐતિહાસિક પળ છે. આ ઘટન બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં થઈ છે પરંતુ ઈન્ડિયામા પણ આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્લીની હિંસામાં અત્યાર સુધી 5ના મોત, બ્રહ્મપુરી-મોજપુરમાં ફરીથી પત્થરમારો