લોટરી હોય તો આવી! દુલ્હન સાથે સાથે વરરાજાએ તેની શાળી સાથે પણ લગ્ન કરવા પડ્યા
તમે ઘણા વિચિત્ર લગ્નના સમાચારો સાંભળ્યા હશે. જો કે આજે અમે તમને જે લગ્ન વિશે જણાવવા જઈ રહ્યાં છીએ તે આ તમામથી અલગ છે.
એક અમેરિકન વ્યક્તિએ તેની પત્ની સાથે લગ્ન કર્યા, પરંતુ તેને એક શાળી પર સાથે મળી. હવે તે ઈચ્છે તો પણ આ માણસ તેની પત્ની સાથે એકલો રહી શકે તેમ નથી.

આ અજીબોગરીબ લગ્ન એટલા માટે થયા કારણ કે જે મહિલા સાથે આ વ્યક્તિએ લગ્ન કર્યા તેની એક જોડિયા બહેન છે, જે તેની સાથે શારીરિક રીતે જોડાયેલી છે. તેનો અર્થ એ કે બંનેનું શરીર એક જ છે, પરંતુ બે માથા છે. આ બંને અમેરિકાના મિનેસોટા રાજ્યના કાર્વર કાઉન્ટીના રહેવાસી છે અને તેમના નામ એબીગેલ લોરેન હેન્સેલ અને બ્રિટ્ટેની લી હેન્સેલ છે.
બન્નેનો જન્મ 7 માર્ચ 1990ના રોજ થયો હતો. આને ડાયસેફાલિક પેરાપેગસ ટ્વિન્સ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે બે માથા એક ધડ પર જોડાયેલા હોય છે. આ બંને જોડિયા બહેનો એકદમ સરખી દેખાય છે.
તસવીર શેર કરતી વખતે બ્રિટ્ટનીએ લખ્યું કે ઘણા લોકોને લાગે છે કે તેઓ તેને ઓળખે છે, પરંતુ વાસ્તવમાં તેઓ તેની મુશ્કેલીઓને સમજી શકતા નથી.
માર્ચમાં એબીએ જોશ સાથે તેના લગ્નની જાહેરમાં જાહેરાત કરી હતી, ત્યારથી લોકો તેને નિશાન બનાવવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે લગ્ન પછી તેનું રોમેન્ટિક જીવન કેવું રહેશે. આ તસવીરો ઓનલાઈન શેર કરતી વખતે બ્રિટ્ટનીએ લખ્યું કે, હંમેશા સાથે!
જોડિયા બહેનોના નવા જીવન માટે ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી તો કેટલાક લોકો ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યા છે. યુએસ આર્મીમાંથી નિવૃત્ત થયેલા જોશ બોલિંગના આ બીજા લગ્ન છે. જોશ અને તેની પ્રથમ પત્ની અનીકા બોલિંગે જોડિયા લગ્નના બે વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા.












Click it and Unblock the Notifications
