આ ગામમાં આજ સુધી એક ટીપુ પણ વરસાદ નથી થયો, જાણો શું છે કારણ?

ઉનાળો હાલ ચરમ પર છે ત્યારે તમામ લોકો આકાશ તરફ મીટ માંડીને આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે તમને કહીએ કે ક્યારેય વરસાદ નહીં આવે તો? આ દુનિયામાં એક ગામ એવુ પણ જે જેનો ઉનાળો ક્યારેય પુરો નથી થતો. અહીં આજ સુધી વરસાદ નથી થયો.

પૃથ્વી પર ઘણા એવા રહસ્યો છે એવા પણ છે જે હજુ પણ ઉકેવાયા વગરના છે. નવાઈ લાગશે પરંતુ આજ સુધી આ ગામમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. જો કે તો પણ લોકો અને પ્રાણીઓ અહીં આરામથી રહે છે.

never rained in this village

મધ્ય પૂર્વ એશિયામાં સ્થિત યમનમાં એક ગામ આવેલુ છે. આ ગામનું નામ અલ-હુતૈબ છે. કહેવાય છે કે આ ગામમાં આજ સુધી ક્યારેય વરસાદનું એક ટીપુ પણ નથી પડ્યુ. યમનની રાજધાની સનાના પશ્ચિમ ભાગમાં સ્થિત આ ગામમાં કેમ વરસાદ નથી થતો એ એક રહસ્ય છે.

યમન દેશના આ ગામની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3200 મીટર છે અને પર્વતો વચ્ચે સ્થિત છે. અહીં ઘણી ગરમી પડે છે. શિયાળાના દિવસોમાં ખૂબ જ ઠંડી પડે છે. શિયાળામાં થોડી બેદરકારી પણ લોકોની હાલત ખરાબ કરી નાંખે છે.

આ ગામમાં વરસાદ ન પડવા પાછળ ગામની સમુદ્ર સપાટીથી ઉંચાઈ છે. આ ગામ 3200 મીટરની ઉંચાઈ પર આવેલું છે. વરસાદ આપવા માટે બનતા વાદળો 2000 મીટરની ઉંચાઈ સુધી જ બની શકે છે. આનો અર્થ એ થયો કે આ ગામની નીચે વાદળો બને છે અને વર્ષે છે.

આ જ કારણ છે કે આ ગામમાં વરસાદ પડતો નથી. ત્યારે અહીં રહેતા લોકોને આ અંગે કોઈ જ પરેશાની નથી. તેઓ ગર્વથી કહે છે કે તેઓ સ્વર્ગમાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X