લગ્નના એક દિવસ બાદ જ વિધવા બની જતા કિન્નરો કોના નામનું સિંદુર પુરે છે? જાણો કિન્નરો વિશે ઘણી અજાણી વાતો
હિન્દુ ધર્મમાં મહિલાઓ સુહાગની નિશાની તરીકે માથા પર સિંદુર લગાવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કિન્નરો પર કપાળમાં સિંદુર લગાવે છે. મોટા ભાગના લોકો આમ કરવા પાછળના કારણો નથી જાણતા.
એક સવાલ એ છે કે કિન્નરો સામાન્ય લોકોની જેમ લગ્ન નથી કરતા તો તેઓ કપાળ પર કોના નામનું સિંદૂર લગાવે છે? આજે અમે તમને જણાવીશું કે કિન્નરોના જીવનમાં સિંદૂરનું શું મહત્વ છે અને શા માટે તે રોજ કપાળ પર સિંદુર લગાવે છે?

જણાવી દઈએ કે, જ્યારે કિન્નરો સમુહ સાથે જોડાય છે તે પહેલાં નૃત્ય, ગાયન અને સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય લોકોની જેમ કિન્નરોના પણ લગ્ન થાય છે. જો કે આ લગ્ન કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ દેવતા અરવન સાથે થાય છે.
આ સમય દરમિયાન દુલ્હન બનેલા કિન્નર સોળ શૃંગાર કરે છે અને માંગમાં સિંદૂર પણ લગાવે છે. તે એક સમારંભ જેવું છે, જ્યાં ગીતો ગાવામાં આવે છે અને ખુશીની ઉજવણી કરવામાં આવે છે.
કિન્નરોના આ લગ્ન માત્ર એક દિવસ માટે જ હોય છે. વર એટલે કે અરાવન દેવતા લગ્નના બીજા જ દિવસે મૃત્યુ પામે છે. આ કારણે પરિણીત કિન્નરને વિધવા ગણવામાં આવે છે અને શોક પાળવામાં આવે છે.
આ વિધિ પછી જ કિન્નર તે પરિવારમાં જોડાય છે અને તેના ગુરુના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે. શરદ દ્વિવેદીના પુસ્તક કિન્નરઃ ધ અનએક્સપ્લોરેડ મિસ્ટ્રીયસ લાઈફમાં પણ ઉલ્લેખ છે કે તે આખી જીંદગી આ કરે છે અને તેમના ગુરુના નામ પર વિવાહીત રહે છે. પરિવારથી અલગ થયા પછી અને કિન્નર પરંપરામાં જોડાયા પછી તેના ગુરુ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હોય છે.












Click it and Unblock the Notifications
