ક્યાંક સ્તન ઢાંકવા તો ક્યાંક સંબંધ બાંધવા માટે વસુલાયો છે ટેક્સ, જાણો દુનિયામાં વસુલાયેલા અજીબ ટેક્સ વિશે
આજે આપણે ઈન્કમ ટેક્સ અને જીએસટી જેવા ટેક્સ વિશે અવારનવાર સાંભળીએ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક જમાનામાં મહિલાઓએ પોતાના સ્તન ઢાંકવા માટે પણ ટેક્સ ચુકવવો પડતો હતો.
સ્તન ઢાંકવા પર ટેક્સ
19 મીં સદીમાં કેરળના ત્રાવણકોરમાં મહિલાઓએ સ્તન માટે ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ટેક્સ માત્ર મહિલાઓ માટે હતો. કપડા કે બ્લાઉઝથી છાતી ઢાંકવા માટે દલિત મહિલાઓએ ટેક્સ ભરવો પડતો. જો ટેક્સ ન ભરે તો છરી વડે સ્તનો પરનું કપડું ખેંચવામાં આવતું.

આની શરૂઆત 1729માં મદ્રાસ પ્રેસિડેન્સીમાં ત્રાવણકોર સામ્રાજ્યની સ્થાપના સાથે થઈ હતી. રાજા માર્થડ વર્માએ હાઉસ ટેક્સ, વોટર ટેક્સ જેવા ટેક્સની સાથે સ્તન ટેક્સ લગાવ્યો. મહિલાઓને તેમના સ્તનના કદ પ્રમાણે ટેક્સ લાગતો હતો. આ પછી નાંગેલી નામની મહિલા દ્વારા આ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો.
તેણીએ નક્કી કર્યું કે તે ન તો ટેક્સ ચૂકવશે અને તેના સ્તનોને ઢાંકશે. જ્યારે અધિકારીઓ કર માટે નાંગેલીના ઘરે પહોંચ્યા ત્યારે તેણીએ સ્તન કાપીને અધિકારીઓને હાથમાં આપી દીધા. આ પછી આ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો.
પેશાબ પર ટેક્સ
તમને જાણીને અજીબ લાગશે પરંતુ પ્રાચીન રોમમાં પેશાબ કરવા પર પણ ટેક્સ લાગતો હતો. પેશાબનો ઉપયોગ અમીરોના કપડાં ધોવા અને દાંત સાફ કરવા માટે થતો. રોમન રાજા વેસ્પાસિયનએ જાહેર મૂત્રાલયોમાંથી પેશાબના વિતરણ પર ટેક્સ લાદવાનો કાયદો ઘડ્યો હતો. પેશાબ પર ખૂબ જ મોંઘો ટેક્સ હતો.
ટોપી પહેરવા પર ટેક્સ
1784 માં બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પિટે પુરુષોને ટોપી પહેરવા પર ટેક્સ લગાવ્યો હતો. ટોપીમાં એક સ્ટેમ્પ આવતો. જે આ ટેક્સના નિયમોનું પાલન ન કરે તેને મૃત્યુદંડ આપવામાં આવતો. ફ્રાન્સ સાથેના યુદ્ધને કારણે ઇંગ્લેન્ડની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તિજોરી ભરવા આ કર લાદવામાં આવ્યો હતો. ઘણા વિવાદો પછી આ ટેક્સ વર્ષ 1811 માં નાબૂદ કરવામાં આવ્યો.
ગાયોની ડકાર પર ટેક્સ
ન્યુઝીલેન્ડમાં ગાયની ડકાર પર પણ ટેક્સ લાદવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં લેતા ન્યુઝીલેન્ડ સરકારે પશુઓની ડકાર પર ટેક્સ લગાવ્યો છે. આ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવશે. સંશોધન મુજબ પશુઓની ડકારમાંથી ગ્રીનહાઉસ વાયુઓ ઉત્સર્જિત થાય છે, જે પ્રકૃતિને અસર કરે છે. અહીંના ખેડૂતોએ વર્ષ 2025થી તેમના ઢોરની ડકાર પર ટેક્સ ચૂકવવો પડશે.
મીઠા પર ટેક્સ
મીઠા વગર ખોરાક અધૂરો છે પરંતુ તેના પર પણ ટેક્સ લાદવામાં આવ્યો હતો. 14મી સદીમાં ફ્રાન્સમાં મીઠા પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં મીઠાની સપ્લાય પર 187 વર્ષ સુધી અંગ્રેજોનું નિયંત્રણ હતું, જેના કારણે તેના પર ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ ટેક્સ દૂર કરવામાં આવ્યો.
સંભોગ કરવા પર ટેક્સ
અમેરિકામાં એક વિચિત્ર ટેક્સ લગાવાયો હતો. 1971માં અમેરિકાના રોડ આઇલેન્ડે સંભોગ કરવા પર ટેક્સ લાદ્યો હતો. દેશની સ્થિતિ સુધારવા ડેમોક્રેટિક રાજ્યના ધારાસભ્ય બર્નાર્ડ ગ્લેડસ્ટોને જાતીય સંભોગ પર બે ડોલરનો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે ભારે વિરોધને કારણે તેનો અમલ થઈ ન શક્યો. જર્મનીમાં દરેક વેશ્યાને દર મહિને 150 યુરોનો ટેક્સ ચૂકવવા પડે છે.
કુવારાઓ પર ટેક્સ
9મી સદીમાં રોમમાં લગ્ન ન કરનારાઓ પાસેથી પણ ટેક્સ વસૂલવામાં આવતો હતો. રોમન સમ્રાટ ઓગસ્ટસે લગ્નને પ્રોત્સાહન આપવા માટે કુવારાઓ પાસેથી કર વસૂલવાનું શરૂ કર્યું. આ સિવાય લગ્ન પછી બાળકને જન્મ ન આપનારા લોકો પાસેથી પણ ટેક્સ લેવામાં આવતો હતો. આ ટેક્સ 20 થી 60 વર્ષની વય વચ્ચેના પુરુષોએ ચૂકવવો પડતો હતો.
આત્માઓ પર ટેક્સ
રશિયામાં 1718 માં રાજા પીટર ધ ગ્રેટે પણ આત્મા પર ટેક્સ લગાવ્યો હતો. આ ટેક્સ એવા લોકો પાસેથી વસૂલવામાં આવતો જેઓ ભૂત-પ્રેત જેવી વસ્તુઓમાં વિશ્વાસ કરતા હતા. ધર્મમાં ન માનનારાઓ પાસેથી પણ આ ટેક્સ વસૂલવામાં આવતો હતો.
દાઢી રાખવા પર ટેક્સ
1535માં ઈંગ્લેન્ડમાં દાઢી રાખવા પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડના રાજા હેનરી આઠમાએ આ ટેક્સ લગાવ્યો હતો. બે અઠવાડિયાથી વધુ સમય સુધી લાંબી દાઢી રાખવા બદલ પુરૂષો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હતો.












Click it and Unblock the Notifications
