અમેરિકામાં 2 મોઢાવાળું વાછરડું પેદા થયું, નામ રાખ્યું લકી
અમેરિકાના કેન્ટીકીમાં 2 મોઢાવાળું વાછરડું પેદા થવાની ખબર સાથે જ તેને જોવા માટે લાંબી લાઈનો લાગી ગયી. સેન્ટ્રલ કેન્ટીકીના એક ફાર્મમાં જયારે 2 મોઢાવાળું વાછરડું પેદા થયું તો લોકો વચ્ચે તેની જોવાની ઉત્સુકતા વધી ગયી.
કેમ્બેલસવેલીના સ્ટેન મેકબીનને પહેલા લાગ્યું કે ગાયે જોડકા વાછરડાઓને જન્મ આપ્યો છે. પરંતુ જયારે વાછરડું બહાર આવ્યું ત્યારે તેમને જોયું કે આ કોઈ સાધારણ વાછરડું નથી.
આ વાછરડાને 2 નાક, 2 માથા, 4 કાન અને 2 મોઢા છે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ વાછરડું એકદમ સ્વથ્ય છે અને આરામથી હરીફરી શકે છે.

સ્ટેન મેકબીનનું માન્યે તો 2 માથા હોવા છતાં પણ તેને કામમાં કોઈ જ તકલીફ નથી આવી રહી. તે આરામથી ફાર્મમાં દોડી શકે છે. તેમના પરિવારનું માન્યે તો આવું ખુબ જ ઓછું જોવા મળે છે કે 2 માથાવાળું કોઈ વાછરડું જીવતું રહી શક્યું હોય.
પરંતુ આ વાછરડું ખુબ જ આરામથી પોતાનું કામ કરે છે. ખાઈ પી રહ્યું છે અને ખુબ જ સ્વથ્ય છે. મેકબીનની પત્નીએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરી. તેમાં તેમને જણાવ્યું કે તેમની 5 વર્ષની દીકરી આ વાછરડાને લકી કહે છે. કારણકે આ વાછરડું ખુબ જ નસીબદાર છે એટલે જ તો જીતવું બચી શક્યું છે.












Click it and Unblock the Notifications
