For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ શું? શાર્કની અંદર માણસ અને એ પણ જીવીત!

By Super
|
Google Oneindia Gujarati News

Shark
ઓસ્ટ્રેલિયાના એક પબમાં એક એવી તસવીર લાગેલી છે, જે લોકોના હોંશ ઉડાવી દે તેવી છે. તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક માણસ શાર્કની બોડીની બહાર આવવા માટે મથામણ કરી રહ્યો છે. ફોટોમાં માણસનો એક હાથ શાર્કમાં કાણું પાડીને બહાર નિકળેલો છે.

આ જોતા એવું માલુમ પડે છે કે, શાર્કની અંદર માણસ જીવીત છે, જેનો હાથ શાર્કની બહાર નિકળ્યો છે અને માણસ બહાર નિકળવા માટે શાર્ક પર છરા વડે હુમલો કરી રહ્યો છે.

તસવીર એવી છે કે, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની એ હોટલમાં જનારા દરેક લોકો ચકિત થઇ જાય છે. શાર્કની અંદર ઝઝૂમી રહેલા માનવી અંગે તમે કોઇ અનુમાન લગાવો, તે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે તસવીર સાચી છે. એ માછીમારે શાર્કને પકડી, તેને મારી નાંખવામાં આવ્યા બાદ માણસ અને શાર્કને એ જ અવસ્થામાં કેમેરામાં કેદ કરવામાં આવ્યા. પહેલા એ વાતની ખાતરી કરી લેવામાં આવી કે શાર્ક જીવીત નથી પછી અંદર રહેલા માણસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી.

મેલબોર્નના રેડિયો હોસ્ટ જોન બર્ન્સે માછીમારને શાર્કના હત્યારાના રૂપમાં રજૂ કર્યો. બાદમાં આ જ આધાર પર એખ એનીમેશન મૂવી બની ‘શાર્ક ટેલ'.બર્ન્સે હોટલમાં આવેલા એક યુગલની પ્રતિક્રિયાનું વર્ણન કર્યું છે. ફોટો જોયા બાદ યુગલે પૂછ્યું કે, શું આ બચી શક્યો? તમે વિચારો જ્યારે એ યુગલ કેટલું અચંભિત થયું હશે જ્યારે તેને જવાબ મળ્યો કે, ‘હા.'

English summary
The photo which proudly hangs in the Metung Hotel, in the Gippsland region of Victoria, taken by an unnamed fisherman depicts what seems to be man and shark locked in a battle to the end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X