મળો દુનિયાની સૌથી હોટ એન્ડ બોલ્ડ ટીચરને, પહેલી નજરમાં સાચી ઉમરનો અંદાજ પણ નહીં લગાવી શકો
દુનિયામાં લોકો પોતાની ખૂબસૂરતીને સાચવવા માટે સતત મહેનત કરતા રહે છે. આવી જ એક મહિલા આ દિવસોમાં ઈન્ટરનેટ પર છવાયેલી છે. આ મહિલાને દુનિયાની સૌથી હોટ એન્ડ બોલ્ડ ટીચર માનવામાં આવે છે.
આ મહિલાને દુનિયાની સૌથી હોટ ટીચર સાથે સાથે વિશ્વની સૌથી હોટ મમ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતી 45 વર્ષીય જોલીન ડિયાઝ તેના કમાલના ફિગરને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ મહિલા અને તેની પુત્રીની ઉંમરમાં 23 વર્ષનો તફાવત છે પરંતુ બન્નેને જોઈને કોઈ ન કહી શકે કે બન્ને માતા-પુત્રી છે. જોલીનના જણાવ્યા અનુસાર, નાની ઉમરના યુવકો પણ તેને મેસેજ કરે છે.
જોલીન ડિયાઝના ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. તે તેના ફેન્સને યંગ રહેવા માટે ટિપ્સ આપે છે. જોલીન ટીનેજર હતી ત્યારથી તે તેની ત્વચાની સારી સંભાળ લેતી રહી છે અને આ જ કારણ છે કે આજે પણ લોકોને તેની સાચી ઉમર ખબર પડતી નથી.
એક ઈન્ટરવ્યૂમાં જોલીને જણાવ્યુ કે, તે ટોમબોય ઉછરી છે. ઓનલાઈન પ્રસિદ્ધિ સુધીની તેની સફર વિશે વાત કરતાં, તેણે કહ્યું કે, આ ત્યારે શરૂ થયું જ્યારે મારી પુત્રીએ આ સોશિયલ મીડિયા વીડિયો પોસ્ટ કર્યો જે તમામ બાળકો હોટ મમ્મીઓ વિશે કરી રહ્યા હતા.
તેણે કહ્યું કે, જ્યારે યુવાન પુરુષો મને ડેટ માટે પુછે છે મને તે એટલું જ અજીબ લાગે છે જ્યારે મારી ઉંમરના કે તેથી વધુ ઉંમરના પુરુષો મને ડેટ માટે પૂછે છે. મને લાગે છે કે કેટલાક યુવાન પુરૂષો મોટી ઉંમરના વ્યક્તિને ડેટ કરવા માટે કેવું હશે તે વિશે થોડી વધુ કલ્પના કરે છે.












Click it and Unblock the Notifications
