છોકરીઓ આ યુવક પાછળ થઇ રહી છે ફિદા, કારણ જાણી ચોંકી જશો!

Written By:
Subscribe to Oneindia News

આજ-કાલ લોકોમાં ફિટનેસનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. કોલેજ જતાં યુવક-યુવતીઓથી માંડીને નોકરીમાં પરોવાયેલાં આધેડ વયના સ્ત્રી-પુરૂષો પણ પોતાના જે-તે કામમાંથી સમય કાઢી જિમમાં પરસેવો પાડવા જાય છે, કે પછી યોગાનો આધાર લે છે. વળી, ફિટ અને ડેશિંગ યુવકો પર યુવતીઓ જલ્દી મોહી પડે છે. આજ-કાલ ઘણા એવા સ્ત્રી-પુરૂષો જોવા મળશે, જેમને જોઇને તેમની ઉંમરનો ખ્યાલ નથી આવતો. આજે અહીં આપણે આવા જ એક યુવકની વાત કરવાના છીએ, જેને જોઇને તમને એની ઉંમરનો ખ્યાલ બિલકુલ નહીં આવે .આ યુવક સિંગાપુરનો એક ફોટોગ્રાફર છે, જેનું નામ ચુઆંડો તાન છે. પહેલી નજરે જોતાં આ ફોટોગ્રાફર તમને માત્ર 20-22 વર્ષનો યુવક લાગશે, પરંતુ વાસ્તવમાં એની ઉંમર ઘણી વધારે છે.

ઉંમર વર્તાતી જ નથી

ઉંમર વર્તાતી જ નથી

સિંગાપુરના આ ફોટોગ્રાફર ચુંઆડો તાન માત્ર 22 વર્ષના જ દેખાય છે, આનું કારણ છે તેમની ફિટનેસ. તેમણે પોતાના શરીરને એકદમ કસાયેલું રાખ્યું છે. તેઓ નિયમિત કસરત કરે છે અને ખાવા-પીવામાં પણ ખૂબ ચીવટ રાખે છે. આ જ કારણે તેઓ 50 વર્ષની ઉંમરે પણ ખાસા યુવાન દેખાય છે. જી હા, આ 20-22 વર્ષના દેખાતા ચુંઆડો તાનની ખરી ઉંમર છે 50 વર્ષ! પરંતુ તેમની આ વાત પર કોઇ વિશ્વાસ નથી કરતું.

ચુંઆડોની ફિટનેસનું રહસ્ય

ચુંઆડોની ફિટનેસનું રહસ્ય

ચુઆંડોએ પોતાની રોજીંદી આદતોમાં ઘણો બદલાવ કર્યો છે. તે વહેલી સવારે અને મોડી રાતે નાહાતા નથી. ખોરાકમાં રોજ ચિકન ખાય છે અને લાંબો સમય સુધી જિમમાં કસરત કરે છે. પોતાના સ્વભાવમાં બીજાની ઈર્ષાને લાવતો નથી.

90ના દાયકાના હતા જાણીતા મૉડેલ

90ના દાયકાના હતા જાણીતા મૉડેલ

ચુઆંડોને તેના મિત્રો સીડી કહીને બોલાવે છે. એક ચાઈનીઝ વેબસાઈટ પર તેની કેટલીક તસવીરો વાયરલ થઇ હોવાથી, ચુઆંડો તાન અચાનક ચર્ચા ઓમાં આવી ગયા છે. તેઓ 80 અને 90ના દાયકાના જાણીતા મૉડલ હતા, તેઓએ ગાયક તરીકે પણ પોતાનું નસીબ અજમાવ્યુ હતું. હાલ તેઓ સિંગાપોરના જાણીતા ફોટોગ્રાફર છે.

ઇન્સ્ટાગ્રામ પર 160 હજાર ફોલોઅર્સ

ઇન્સ્ટાગ્રામ પર 160 હજાર ફોલોઅર્સ

સોશિયલ મીડિયા પર પણ ચુંઆડો તાન ખૂબ ફેમસ છે. તેઓ ખૂબ ટેલેન્ટેડ ફોટોગ્રાફર છે, તેમણે વિવિધ જાણીતા મેગેઝિન અને સેલબ્રિટી માટે ફોટોશૂટ કર્યાં છે. તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ તેમણે લીધેલ સુંદર તસવીરોથી ભરપૂર છે, સાથે જ તમને ચુંઆડો તાનની પોતાની કેટલીક તસવીરો પણ જોવા મળી જશે. ઇન્ટરનેટ પર ચુંઆડોની તસવીરો વાયરલ થયા બાદ માત્ર, યુવતીઓ જ નહીં, યુવકો પણ તેમની ફિટનેસનું રહસ્ય જાણવા માટે આતુર છે.

English summary
Could you guess the age of this man? We bet, youll not be able to.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.