For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયનાસોરના યુગમાં રહેતા હેવાનને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો, જુઓ તસવીરો

ડાયનાસોરના યુગમાં રહેતા હેવાનને શોધી કાઢ્યો વૈજ્ઞાનિકોએ, જુઓ 4 પગ વાળા સાપની તસવીર

|
Google Oneindia Gujarati News

પૃથ્વીના ઈતિહાસમાં એવાં કેટલાય ખતરનાક જીવોનું અસ્તિત્વ હતું, જેઓ વર્તમાનમાં જીવંત હોત તો કદાચ આજે માણસ સભ્યતાનું અહીં રાજ ના ચાલતું હોત. ડાયનોસોર વિશે તો આપણે બધાએ વાંચી અને સાંભળ્યું જ છે, આ વિશાળકાય જીવોએ કેટલાય વર્ષો સુધી પૃથ્વી પર રાજ કર્યું. જો કે કરોડો વર્ષ પહેલાં ધરતી પર માત્ર ડાયનોસોરનું જ રાજ નહોતું, બલકે હજી એક એવું જીવ હતું જેનો ખુલાસો હવે થયો છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ ખતરનાક જીવનો પતો લગાવ્યો છે, જેને સાંપોનો સંબંધી કહેવામાં આવી રહ્યો છે.

ડાયનાસોરના યુગમાં તેનું રાજ હતું

ડાયનાસોરના યુગમાં તેનું રાજ હતું

આપણી પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો અને પ્રાચીન યુગમાં શું-શું રહ્યું હશે? આવા કેટલાય સવાલો છે જેના જવાબો વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આ ક્રમમાં હવે વૈજ્ઞાનિકોએ એક એવા 'હેવાન' વિશે શોધી કાઢ્યું છે જેમણે ડાયનાસોરને પણ હેરાન-પરેશાન કરી નાખ્યા હતા. આ હેવાન હતો ચાર પગ વાળો સાપ જેની લંબાઈ બહુ ઓછી હતી. આ પ્રાચીન જીવના જીવાશ્મ પર સ્ટડીથી કેટલાય ખુલાસા થયા છે.

લંબાઈ જાણી દંગ રહી જશો

લંબાઈ જાણી દંગ રહી જશો

વૈજ્ઞાનિકોએ પોતાની સ્ટડીમાં જણાવ્યું કે આ કોઈ સાપ નહીં બલકે એક અલગ જ પ્રકારનો હેવાન હતો. જીવાશ્મની સંરચનાની વાત કરીએ તો દેખાવમાં આ સાપ કોઈ પેંસિલની જેમ હતો, અને તેની લંબાઈ 7.7 ઈંચ હોવાની ઉમ્મીદ છે. જો સાંપના ચાર પગ લગાવી દેવામાં આવે તો તે કંઈક એવો જ હેવાન બની જશે. જો કે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તે કોઈ સાપ નહોતો બલકે તેનું નામ ડોલિચોસૉર હતું.

શું છે ડોલિચોસૉર

શું છે ડોલિચોસૉર

જણાવી દઈએ કે ડોલિચોસૉરનું જ્યારે જીવાશ્મ મળ્યું ત્યારે પહેલી નજરમાં વૈજ્ઞાનિકોએ તેને સાંપનો પૂર્વજ માની લીધો હતો, જો કે તે સાંપ નહીં બલકે ગરોળીનો સંબંધી છે. આ ગરોળી સમુદ્રમાં રહેતી હતી જે હવે સમય સાથે વિલુપ્ત થઈ ચૂકી છે. 4 પગ સાથે લાંબા શરીર વાળી આ છિપકલી ક્રિટેરિયલ પીરિયડમાં જોવા મળતી હતી.

6.6 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું

6.6 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું

લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ આ ગરોળીનું અસ્તિત્વ આજથી 6.6 કરોડ વર્ષ પહેલાં હતું. જેમણે લાંબા સમય સુધી ધરતી પર વિચરણ કર્યું, કેટલીક ગરોળીઓ 14 કરોડ વર્ષ જૂની પણ હોય શકે છે. જણાવી દઈએ કે કેટલાય વર્ષો સુધી વૈજ્ઞાનિકો ચાર પગ વાળા સાપનું અસ્તિત્વ હોવાનું પણ માનતા હતા.

ચાર પગ વાળા સાપનું અસ્તિત્વ સમાપ્ત થયું

ચાર પગ વાળા સાપનું અસ્તિત્વ સમાપ્ત થયું

જો કે વર્ષ 2016માં આવેલ એક રિસર્ચે સાબિત કરી દીધું કે આજથી લગભગ 15 કરોડ વર્ષ પહેલાં જ ચાર પગ વાળા સાપોનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું હતું. વૈજ્ઞાનિકોએ પેંસિલ આકારના જે જીવાશ્મનું અધ્યયન કર્યું તે 12 કરોડ વર્ષ જૂનાં છે. પગ વાળા સાપોની થિયરી ખતમ થયા બાદ હવે વૈજ્ઞાનિક આ ગરોળી વિશે વધુ માહિતી એકઠી કરવામાં લાગી ગયા છે.

ગ્રીક ભાષામાં આ છે નામનો મતલબ

ગ્રીક ભાષામાં આ છે નામનો મતલબ

વૈજ્ઞાનિકોએ આ જીવાશ્મને ટેટ્રોપોડોફિસ એંપ્લેક્ટસનું નામ આપ્યું છે, ગ્રીક ભાષામાં આ નામનો અર્થ ચાર પગ વાળો સાપ થાય છે. કેનેડાની એંડમૉન્ટૉન યૂનિવર્સિટી ઑફ અલબર્ટામાં બાયોલૉજીના પ્રોફેસર માઈકલ કાલ્ડવેલે કહ્યું કે, જ્યારે જીવાશ્મની તપાસ કરવામાં આવી તો તેની અંદરની સંરચના, સાપના અંદરની સંરચનાથી બિલકુલ અલગ હતી. આ સ્ટડીને સ્ટડી જર્નલ ઠફ સિસ્ટેમેટિક પૈલિયોન્ટોલૉજીમાં પબ્લિશ કરવામાં આવી છે.

English summary
Scientists have discovered a beast living in the dinosaur era, see pictures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X