For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનુષ્યની નગ્ન તસવીરો અવકાશમાં મોકલવા તૈયાર છે વૈજ્ઞાનિકો, જાણો ચોંકાવનારું કારણ

માનવી 150 વર્ષથી વધુ સમયથી અવકાશના બીજા ભાગમાં એલિયન્સ સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

માનવી 150 વર્ષથી વધુ સમયથી અવકાશના બીજા ભાગમાં એલિયન્સ સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસ કરી રહ્યો છે. જોકે અત્યાર સુધી તે અસફળ રહ્યો છે, અથવા ઓછામાં ઓછી એવી કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી કે, જે એલિયન્સ સાથેના સંપર્કની પુષ્ટિ કરે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે એલિયન્સનો સંપર્ક કરવાની નવી રીત પર કામ કરી રહ્યા છે.

એલિયન્સને આકર્ષવાનો પ્રયાસ

એલિયન્સને આકર્ષવાનો પ્રયાસ

આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ટીમના જણાવ્યા અનુસાર, તેઓને આશા છે કે, પૃથ્વીના વાતાવરણમાંથી બે નગ્ન લોકોની તસવીરબ્રહ્માંડમાં મોકલીને તેઓ એલિયન્સની જિજ્ઞાસા જગાડી શકશે અને તેમની સાથે સંવાદને પ્રોત્સાહન આપી શકશે.

WION માં પ્રકાશિતથયેલા રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોના એક જૂથે એક ખાસ સંદેશ તૈયાર કર્યો છે, જે એલિયન્સને આકર્ષવા માટે મોકલવામાં આવશે. તેમાં એકનગ્ન પુરુષ અને સ્ત્રીની તસવીર પણ શામેલ છે, જેમાં તેઓ હાથ હલાવતા જોવા મળે છે. પિક્સલેટેડ ઈમેજીસ ઉપરાંત, અભિયાનમાંગુરુત્વાકર્ષણ અને ડીએનએની ઈમેજરી પણ શામેલ છે. વૈજ્ઞાનિકો માને છે કે, એલિયન્સ આવા મોટાભાગના બાઈનરી-કોડેડ સંદેશાને સમજીશકે છે.

કેવી રીતે આવ્યો આઇડિયા?

કેવી રીતે આવ્યો આઇડિયા?

વૈજ્ઞાનિકોના મતે, તેઓએ આ ફોટોસ અવકાશમાં મોકલવાનું પસંદ કર્યું છે. કારણ કે, શક્ય છે કે એલિયન્સની વાતચીતની રીત મનુષ્યોથીસંપૂર્ણપણે અલગ હોય.

આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 'પ્રસ્તાવિત સંદેશમાં સંચારનું માધ્યમ બનાવવા માટેમૂળભૂત ગાણિતિક અને ભૌતિકશાસ્ત્રના ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે એક માસ્ટર પ્લાન જેવું છે, જેમાં પૃથ્વી પરના જીવનનીબાયોકેમિકલ રચના, આકાશગંગામાં સૂર્યમંડળની સ્થિતિ તેમજ તેની અને પૃથ્વીની સપાટીની ડિજિટલ માહિતી પણ આપવામાં આવી છે.

પહેલા આ રીતે પ્રયાસ કર્યો હતો

પહેલા આ રીતે પ્રયાસ કર્યો હતો

આ પહેલીવાર નથી, જ્યારે વૈજ્ઞાનિકોએ અવકાશમાં મનુષ્યની નગ્ન તસવીરો મોકલવાનો પ્રયાસ કર્યો હોય. 1972માં પાયોનિયર 10 મિશનઅને 1973માં પાયોનિયર 11 મિશન દરમિયાન પણ આવી તસવીરો મોકલવામાં આવી હતી. જેના કારણે એલિયન્સને ઊંડો સંદેશ આપવાનોપ્રયાસ કરવામાં આવ્યો હતો.

English summary
Scientists ready to send nude photos of humans into space, know the shocking reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X