યુપીમાં ‘જલપરી' એ લીધો જન્મ, ડૉક્ટરો પણ આશ્ચર્યચક્તિ
કુદરતનો કરિશ્મા કહો કે બીજુ કંઈ કે યુપીના સહારનપુરમાં એક મહિલાએ જલપરી જેવી બાળકીને જન્મ આપ્યો છે.
કુદરતનો કરિશ્મા કહો કે બીજુ કંઈ કે યુપીના સહારનપુરમાં એક મહિલાએ જલપરી જેવી બાળકીને જન્મ આપ્યો છે. બાળકીને જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા. હોસ્પિટલમાં જેમણે પણ સાંભળ્યુ તે બાળકીને જોવા માટે ઉત્સુક જણાઈ રહ્યા હતા પરંતુ બાળકીએ જન્મ બાદ થોડી વારમાં જ દમ તોડી દીધો. બાળકીના મોત બાદ પરિવારજનો શોકમાં છે. તમને જણાવી દઈએ કે આ સહારનપુરનો બીજો કેસ છે. આ પહેલા રાજસ્થાન અને કોલકત્તામાં પણ આવા બાળકોએ જન્મ લીધા છે.

નોર્મલ ડિલીવરીથી જન્મ લીધો બાળકે
સહારનપુર જનપદના નકુડમાં ખારીબાંસ ગામના રહેવાસી 25 વર્ષીય શ્રીમતી પૂનમ દેવી સિંહને પ્રસવ પીડાનો અનુભવ થતા સોમવારે મોડી રાતે જિલ્લાની મહિલા ચિકિત્સાલયમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં મંગળવારે પૂનમને પ્રસવ પીડા ઉપડતા તેને નર્સો લેબર રૂમમાં લઈ ગઈ હતી. જે સમયે પૂનમને પ્રસવ પીડી થઈ રહી હતી તે સમયે મહિલા ચિકિત્સકોઅ પૂનમની સિઝેરિયન ડિલીવરીની તૈયારી કરી હતી. પરંતુ જિલ્લા મહિલા ચિકિત્સાલયની સીએમએસ ડૉ. મમતા સોઢીએ પોતાની સૂઝબુઝ અને અનુભવના આધારે નોર્મલ ડિલીવરી કરાવી હતી. ડૉ.મમતા સોઢીના જણાવ્યા મુજબ મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો જેના બંને પગ એકબીજા સાથે જોડાયેલા હતા અને તેની નીચેની પગનો આકાર માછલીની પૂંછડી જેવો બન્યો હતો. આ બાળક જન્મ લીધા બાદ વધુ સમય સુધી જીવિત રહી શક્યુ નહિ અને તેણે દમ તોડી દીધો.

ભારતનો ચોથો અને દુનિયાનો સાતમો કેસ
તમને જણાવી દઈએ કે સહારનપુરમાં 29 એપ્રિલ 2016 ના રોજ પણ આવા જ એખ બાળકે પ્રાઈવેટ સહીરામ હોસ્પિટલમાં જન્મ લીધો હતો. જે જન્મ બાદ તરત જ મરી ગયો હતો. 11 ડિસેમ્બર 2017 માં આવો જ એક કેસ કોલકત્તામાં પણ સામે આવ્યો હતો. બાળકે જન્મ લેતા જ દમ તોડી દીધો હતો. વળી, રાજસ્થાનમાં 5 જુલાઈ 2016 ના રોજ પણ આવો કેસ સામે આવ્યો હતો જેમાં બાળકના બંને પગ કોઈ જલપરી જેવા હતા.

બધા કેસમાં નવજાત બાળકનું મૃત્યુ
વળી, મહિલા સીએમએસ ડૉ. મમતા સોઢીએ જણાવ્યુ કે આ દુનિયાનો સાતમો કેસ છે. આ પહેલા આ પ્રકારના કેસ ફ્લોરિડા બેસ નામના શહેરમાં, બીજો અમેરિકામાં જ્યારે ત્રીજો કેસ પેરુમાં જોવા મળ્યો હતો. આ બધા કેસમાં નવજાત બાળકનું મૃત્યુ થઈ ગયુ હતુ.












Click it and Unblock the Notifications
