તમારા સ્માર્ટ ફોનમાં હોય છે આટલુ સોનુ, જાણો કેવી રીતે બહાર કાઢી શકાય?
સોનાનો એક અલગ ક્રેઝ છે. વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધીમાં સોનાની બોલબાલા જોવા મળે છે. જો કે તમને કોઈ એમ કહે કે તમે તમારા ખિસ્સામાં રોજ સોનું સાથે લઈને ફરો છો તો તમને વિશ્વાસ આવે? પરંતુ આ સત્ય છે.
શું તમે જાણો છો કે તમે જે ફોનનો ઉપયોગ કરો છો તેમાં પણ સોનું હોય છે. તમે જે ફોનને જૂનો કે ખરાબ માનીને ફેંકી દો છો તેમાં સોનું રહેલુ છે. તમને સવાલ એ થાય છે કે ફોનમાં કેટલું સોનું હોય અને આ સોનું સેમાં હોય? શું ફોનમાંથી સોનું કાઢી શકાય?

તમને જણાવી દઈએ કે, દરેક સ્માર્ટફોનમાં ઓછી કે વધુ માત્રામાં સોનું હોય છે અને તે સ્પષ્ટ રીતે જોઈ શકાય નહીં. યુએનના રિપોર્ટ અનુસાર 41 ફોનમાંથી 1 ગ્રામ સોનું કાઢી શકાય છે.
ફોનમાં માત્ર સોનું જ ખાસ વસ્તુ નથી. આ તેમાં તાંબુ અને ચાંદી જેવી ઘણી ધાતુઓ હોય છે. ફોનમાં ઘણા કંડક્ટર આવે છે અને તે વિવિધ ધાતુઓથી બનેલા છે. આ સિવાય ફોનના સર્કિટમાં સોનાનું લેયર હોય છે. તેનો ઉપયોગ ખાસ જોડાણ અને લાંબા સમય સુધી ચલાવવા માટે થાય છે.
ફોનમાં સોનું હોય છે પરંતુ તેને બહાર કાઢવુ ખુબ જ કપરુ કામ છે. પ્રોફેશનલ્સ અમુક મશીનો દ્વારા જ તેને બહાર કાઢી શકે છે. આ માટે ઘણા ફોન હોવા જોઈએ અને ઘણા ફોનમાંથી સોનું કાઢ્યા પછી માત્ર એક ગ્રામ સોનું ભેગું થઈ શકે છે.












Click it and Unblock the Notifications
