For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

56 વર્ષની ઉંમરે શરૂ કર્યું સ્પર્મ ડોનેશનનું કામ, હવે છે 129 બાળકોનો બાપ

દુનિયામાં ઘણા એવા કપલ્સ છે, જે કોઈ કારણસર માતા-પિતા નથી બની શકતા. આવી સ્થિતિમાં તેઓ સ્પર્મ ડોનરનો આશરો લે છે. જેથી તે પોતાના પરિવારને આગળ લઈ જઇ શકે.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં ઘણા એવા કપલ્સ છે, જે કોઈ કારણસર માતા-પિતા નથી બની શકતા. આવી સ્થિતિમાં તેઓ સ્પર્મ ડોનરનો આશરો લે છે. જેથી તે પોતાના પરિવારને આગળ લઈ જઇ શકે. બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ આ મુદ્દા પર 'વિકી ડોનર' નામની ફિલ્મ બનાવી છે, જેને જોઈને તમે સમજી શકશો કે, વ્યક્તિ સ્પર્મ ડોનેટ કરીને કેવી રીતે માતા-પિતા બની શકે છે.

138 બાળકોના જૈવિક પિતા

138 બાળકોના જૈવિક પિતા

બ્રિટનની એક વ્યક્તિ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ખરેખર આ વ્યક્તિ સ્પર્મ ડોનર છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વ્યક્તિના સ્પર્મમાંથી અત્યાર સુધીમાં 129બાળકોનો જન્મ થયો છે.

તે જ સમયે, ટૂંક સમયમાં 9 બાળકોનો જન્મ થવાનો છે. મતલબ કે, ટૂંક સમયમાં આ વ્યક્તિ 138 બાળકોના જૈવિક પિતા બનશે. બ્રિટનનાક્લાઈવ જોન્સ 66 વર્ષના છે.

ક્લાઈવ છેલ્લા 10 વર્ષથી કરે છે સ્પર્મ ડોનેટ

ક્લાઈવ છેલ્લા 10 વર્ષથી કરે છે સ્પર્મ ડોનેટ

તમને જાણીને નવાઈ લાગશે કે, જે ઉંમરે લોકો પોતાને નિવૃત્ત માને છે, એ જ ઉંમરે તેમણે સ્પર્મ ડોનેશનનું કામ શરૂ કરી દીધું હતું.

ખાસ વાત એ છે કે, તેઓ આ કામમાટે કોઈ પૈસા લેતા નથી. ક્લાઈવ છેલ્લા 10 વર્ષથી સ્પર્મ ડોનેટ કરી રહ્યા છે.

ક્લાઈવ 150 બાળકોના પિતા બનવાની ઈચ્છા ધરાવે છે. આ પછી તે આ કામનેઅલવિદા કહી દેશે.

છાપામાં લેખ વાંચીને આવ્યો વિચાર

છાપામાં લેખ વાંચીને આવ્યો વિચાર

ધ સન વેબસાઈટના સમાચાર અનુસાર, યુકેમાં સ્પર્મ ડોનર બનવાની મહત્તમ ઉંમર 45 વર્ષ છે. આ કારણે ક્લાઈવ સત્તાવાર સ્પર્મ ડોનર બની શક્યા ન હતા.

તેથી જતેણે ફેસબુક દ્વારા તેના ગ્રાહકો સાથે કનેક્ટ થવાનું શરૂ કર્યું હતું. ફેસબુક દ્વારા તે પોતાના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે.

જ્યારે પૈસા લેવાની વાત આવે છે, ત્યારેક્લાઇવ કહે છે કે, તે કોઈને સુખ આપીને ઘણું સુખ મેળવે છે. એટલા માટે તે કોઈ પૈસા લેતો નથી.

ક્લાઈવ કહે છે કે, 10 વર્ષ પહેલા તેણે એક અખબારમાં એક લેખવાંચ્યો હતો. જે બાદ તેને આ વિચાર આવ્યો હતો.

English summary
Started sperm donation at the age of 56, is now the father of 129 children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X