દારૂની દુકાનમાં ઘૂસ્યા ચોર, બોટલો જોઈને બની ગયો મૂડ, પોલીસ કર્યું આવું કામ, જુઓ વીડિયો
બંને ચોરોએ દારૂની દુકાનમાંથી ચોરી કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેઓ ભાગતા પહેલા દારૂ પીવાનું નક્કી કરતાં આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી.
બંને ચોરોએ દારૂની દુકાનમાંથી ચોરી કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેઓ ભાગતા પહેલા દારૂ પીવાનું નક્કી કરતાં આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. તમિલનાડુના આ બે ચોરોએ દારૂની દુકાનમાં ઘૂસીને ચોરી તો કરી જ, પરંતુ દારૂ પીવાનું પણ શરૂ કર્યું, પરંતું કમનસીબે તેમનો પ્લાન નિષ્ફળ ગયો અને તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

દારૂની દુકાનમાંથી ચોર ઝડપાયા
એક વીડિયો ઓનલાઈન વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના બે ચોર દારૂની દુકાનની દિવાલમાં બાકોરું કરીને બોટલની ચોરી કરતા જોવા મળે છે.
તેમણે પૈસા માટે બોટલો વેચવાની યોજના બનાવી હતી, પરંતુ પહેલા દારૂ પીવો અને પછી દુકાન છોડવાનું નક્કી કર્યું હતું.

પોલીસે બંનેને પકડી લીધા
આ દરમિયાન પોલીસે બંનેને પકડી લીધા હતા. તેને કલ્પના પણ ન હતી કે, તેઓ રંગે હાથે પકડાઈ જશે. વીડિયોમાં પોલીસ ચોરોને દિવાલમાં ખોદેલા ખાડામાંથી બહાર આવવા કહે છે.

વીડિયો જોયા બાદ લોકોએ આપી આવી પ્રતિક્રિયા
ટ્વિટર યુઝર્સ આવો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે લખ્યું કે, 'પોતાની સપ્લાય હાઇ ન હોવી જોઇએ' અન્ય એકયુઝરે લખ્યું, સૌથી સારી વાત એ છે કે, પોલીસે તે ચોરોને એ જ બાકોરામાંથી બહાર કાઢ્યા. તેઓ માલિકને બોલાવીને દરવાજો ખોલી શક્યાહોત.
|
બંને ચોર સરકાર સંચાલિત દારૂની દુકાનમાં ઘૂસ્યા
ત્રીજા વ્યક્તિએ કહ્યું, 'હું આ માટે નેટફ્લિક્સને દોષી માનું છું. તેણે શોશંક રિડેમ્પશન જોયું જ હશે. પોલીસે બંને પાસેથી 14 હજાર રૂપિયારોકડા કબ્જે કર્યા છે. કાવરાઈપેટ્ટાઈમાં દુકાનો બંધ થયા બાદ બંને ચોર સરકાર દ્વારા સંચાલિત દારૂની દુકાનમાં ઘુસ્યા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
