આત્મા જેવુ કંઈ હોતુ નથી, પુનર્જન્મની વાતને વૈજ્ઞાનિકોએ ફગાવી
ભારત અને વિશ્વભરના ધર્મગ્રંથોમાં આત્મા અમર હોવાની અને ફરીથી જન્મની ઘણી કથાઓ મળે છે. વિવિધ ધર્મ પ્રમાણે આત્મા અને પુનર્જન્મને લઈને ઘણા દાવા કરાયા છે ત્યારે હવે વૈજ્ઞાનિકોએ આ દાવાને ખોટા સાબિત કર્યા છે.
હવે એક વૈજ્ઞાનિકે જીવન અને મૃત્યુને લઈને ચૌકાવનારા દાવા કર્યા છે. આ દાવા બાદ હવે ફરીથી આત્માના અસ્તિત્વ અને પુનર્જન્મ સહિતની વસ્તુઓ પર ચર્ચા શરૂ થઈ છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને કોસ્મોલોજિસ્ટ ડૉ.સીન કૈરોલે જણાવ્યુ છે કે, જો આપણે દરેક વસ્તુને વિજ્ઞાન અનુસાર જોઈએ તો મોત પછી જીવન શક્ય નથી. જો વ્યક્તિ મૃત્યુ પામે તો તેની ચેતના આ બ્રહ્માંડમાં રહી શકતી નથી. એવું કોઈ કણ કે બળ નથી, જેના દ્વારા એ જાણી શકાય કે મૃત્યુ પછી પણ તમારું મન કામ કરતું રહે છે.
તેમણે આગળ જણાવ્યુ કે, વ્યક્તિના મૃત્યુ પછી શરીરની તમામ રાસાયણિક પ્રક્રિયાઓ બંધ થઈ જાય છે અને તેને ચાલુ રાખવાનો કોઈ રસ્તો નથી. જો ભૌતિકશાસ્ત્રના નિયમોનું પાલન કરીએ તો એવો કોઈ રસ્તો નથી કે જે આપણા મગજમાં હાજર માહિતી મૃત્યુ પછી જાળવી શકાય અને પુનર્જન્મનું કારણ બની શકે.
વૈજ્ઞાનિક સીન કેરોલ અનુસાર, આત્મા જેવુ કંઈ નથી. શરીર સાથે કે પછી તેનું કોઈ અસ્તિત્વ નથી. શરીર એક રાસાયણિક વસ્તુ છે અને થોડા સમય પછી તે સંપૂર્ણપણે નાશ પામે છે. તેની આગળ કે પાછળ કંઈ નથી.
તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે પુનર્જન્મનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પાછલા જન્મમાં આપણી સાથે જે કંઈ થયું તે આપણા નવા જીવનમાં યાદ આવે એવી કોઈ શક્યતા નથી. તેણે પહેલા જ 2012માં નેવાડામાં એક કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી.
વૈજ્ઞાનિકો અનુસાર, આપણું શરીર કુદરતના નિયમો અનુસાર ફરતા અણુઓનો સંગ્રહ છે. તેમાં કોઈ આધ્યાત્મિક ઉર્જા ચાલી રહી છે, તે રાસાયણિક પ્રતિક્રિયા પર ચાલતી વસ્તુ છે. જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ન્યુક્લિયર ફોર્સ અને ગુરુત્વાકર્ષણ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયા કરે છે ત્યારે તે ચાલે છે. ભૌતિકશાસ્ત્રના નિયમો આપણને આ જ કહે છે અને આ જ હકિકત છે.












Click it and Unblock the Notifications
