જ્યારે આ ઇફેક્ટે તસવીરોનું વાળ્યું સત્યાનાશ!

જ્યારે આપણે બહાર પરિવાર કે મિત્રો જોડે ફરવા જઇએ છીએ ત્યારે એક કામ જરૂરથી કરીએ છીએ કે જે છે આપણા મોબાઇલ ફોનના નીતનવી રીતે ફોટો પાડવાનું. આપણે હવે કેટલા સેલ્ફી ક્રેઝી થઇ ગયા છીએ તે વાત જણાવાની મારે તમને કોઇ જરૂર નથી. પણ ધણીવાર આપણે આપણા ફોટોને વધુ સુંદર બનાવવા માટે કે પછી કંઇક યુનિક કરવાના ચક્કરમાં કંઇક તેવું કરી લઇએ છીએ કે લેવાના દેવા પડી જાય.

આવી જ એક કેમેરાની ઇફેક્ટ છે પૈનોરમિક. આ ઇફેક્ટ દ્વારા તમે ફોટોનો એક મોટો ભાગ કેમેરામાં કેદ કરી શકો છે. ધારો કે તમારે સી લિંકની વિશાળતા કેદ કરવી હોય તો આ ઓપશન દબાવી થોડી વાર ક્લિક બટન દબાવતા તમે જ્યાં જ્યાં કેમેરો ફેરવ્યો હશે તે બધુ એક ફોટામાં સમાઇને આવી જશે. આ જ ઇફેક્ટના કારણે કેટલાક અદ્ધભૂત ફોટો પણ પાડી શકાય છે પણ તે સાથે કેટલીક વાર તેવું પણ થાય છે કે આ ઇફેક્ટ તમારા ફોટાનું સત્યાનાશ વાળી દે.

તો પછી જુઓ નીચેનો આ ફની ફોટોસ્લાઇડર જેમાં પૈનોરમિક ઇફેક્ટે તસવીરનો દાટ વાળ્યો છે...

સમુદ્રની ઉલ્ટી દુનિયા

સમુદ્રની ઉલ્ટી દુનિયા

આ ફોટો જોઇને તેવું ભૂલીથી પણ ના વિચારતા કે તે સુનામીનો ફોટો છે અને બિચારા પેલા બે બાળકોનું શું થશે. ખરેખરમાં આ ભાઇને પૈનોરમિક મોડ પર પાડવા ગયા અને ફોટોને ઉપર નીચે તેવી બે કોપી થઇ ગઇ.

હૈ ચહેરે પે ચહેરા!

હૈ ચહેરે પે ચહેરા!

આ ફોટો જોઇને તમને ભૂતિયો કે પછી એક શરીરથી જોડાયેલા ભાઇઓ જેવું લાગે તો કહી દઉં કે તેવું કંઇ જ નથી. પણ હા જો તમે કોઇને ડરાવા માગતા હોવ તો આવી જ રીતે પૈનોરમિક ઇફેક્ટની મદદ લઇ શકો છો.

કાનૂન કે હાથ બહોત લંબે હૈ જાની!

કાનૂન કે હાથ બહોત લંબે હૈ જાની!

લાગે છેને કે આ બેનને સેલ્ફી પરફેક્ટ આવે તે માટે આવો અખતરો કર્યો છે પણ હકીકતમાં આ ફોટો દરમિયાન બને ધીરે ધીરે આગળ વધે છે પણ ઇફેક્ટના કારણે તે આવું દેખાય છે.

હવામાં તરતી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી

હવામાં તરતી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી

કદી તમે હવામાં ઉડતી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોઇ છે ના જોઇ હોય તો હાલ જ જોઇ લો ભાઇ કારણ કે આવું રોજ રોજ નથી થતું!

રાવણના નહીં આ છોકરીની પાસે છે 10 માથા

રાવણના નહીં આ છોકરીની પાસે છે 10 માથા

પૈનોરમિક ઇફેક્ટના કારણે આ બેન રાવણ બાદ પ્રથમ તેવા મહિલા બન્યા છે જેમની રિયલ લાઇફમાં તો નહીં પણ તસવીરમાં જરૂરથી 10 માથા હોય તેવું લાગે છે.

સમુદ્રમાં દેખાયો એક વિશાય કાય હાથ

સમુદ્રમાં દેખાયો એક વિશાય કાય હાથ

જરા વિચારો તો આવું હેડિંગ કેવું લાગે છે કે સમુદ્રમાં અચાનક જ એક વિશાય કાળ હાથ મોબાઇલ કેમરા સાથે દેખાયો! છે ને ફની અરે ભઇ આ તો છે પૈનોરમિક ઇફેક્ટનો કમાલ.

ઓહો આશ્ચર્યમ! 6 પગ વાળો અજાયબી કૂતરો

ઓહો આશ્ચર્યમ! 6 પગ વાળો અજાયબી કૂતરો

ભાઇ કૂતરું બિચારું થોડું ચાલવા શું લાગ્યું પૈનોરમિક ઇફેક્ટે તો તેના બે પગ જ વધારી દીધા. છે ને કમાલની ઇફેક્ટ!

ક્યાં હાથ, ક્યાં પગ ક્યાં માથું!

ક્યાં હાથ, ક્યાં પગ ક્યાં માથું!

આ ફોટો જોઇને તમને અરેરાટી ચઢે તો મારો વાંક બિલકુલ પણ ના નીકાળતા કારણ કે આ ભાઇ તો બરાબદ કૂદયા હતા પણ પૈનોરમિક ઇફેક્ટે તેમના અંગોને કરી તસવીરમાં કરી દીધા વિચ્છેદ.

હે આ શું

હે આ શું

આવડા મોટા પગ પર નાનકડી બેન ફોટો પાડે વાહ ભાઇ વાહ આવી ઇફેક્ટ હોય તો શુંનું શું પણ થઇ શકે.

Hi! લાગું છુંને હેન્ડસમ!

Hi! લાગું છુંને હેન્ડસમ!

ઓએમજી આ ફોટો જોઇને તો ડર પણ લાગેને હસવું પણ આવે છે. ફોટો ખેચતા કેમેરો હલી ગયોને ભાઇના ફોટોનું થયું સત્યાનાશ.

અજીબો ગરીબ

અજીબો ગરીબ

તમે અત્યાર સુધી ત્રિનેત્ર, ચાર હાથ, 6 અંગૂઠા વિષે સાંભળ્યું હશે ત્યારે ત્રણ હાથ વાળા આ ભાઇને પણ જોઇ લો!

Oh! મારું તો મોઢું જ પડી ગયું

Oh! મારું તો મોઢું જ પડી ગયું

કોણ છે આ ફોટો પાડનાર જેને ફોટો પાડતાય નથી આવડતું. બિચારા ભાઇનો એવો તો ફોટો પાડી લીધો કે ભાઇ ક્યાં મોઢું દેખાડવાના ના રહ્યા!

શું વિચાર્યું હતું શું થઇ ગયું

શું વિચાર્યું હતું શું થઇ ગયું

આ ભાઇ થયું હશે કે લાવ ઢળતી સાંજે આ સુંદર રેત અને પાછળની જીલનો એક લોંગ સ્કેલ ફોટો લઉં ને જુઓ શું થયું તેમના તે ફોટોનું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X