પોતાને ફિટ રાખો અને રૂપિયા મેળવો, આ કંપની પોતાના કર્મચારીઓને જીમ માટે રૂપિયા ચુકવી રહી છે
હવે ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણો ખર્ચો કરતી હોય છે. આજે આપણે આવી જ એક કંપનીની વાત કરવાના છીએ. આ કંપની પોતાના કર્મચારીઓને ફિટ રાખવા માટે જીમ જવા રૂપિયા આપી રહી છે.
આ કંપનીએ હાલમાં જીમ જનારા કર્મચારીઓને રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આટલુ જ નહીં, આ સિવાય તે કર્મચારીઓને ફિટ એન્ડ ફાઈન રાખવા ટ્રેનિંગ પણ આપી રહી છે.

ન્યુટ્રિશન સોલ્યુશન્સ નામની આ કંપની છે અને તેના સીઈઓ ક્રિસ કેવલીનીએ જણાવ્યુ કે, કર્મચારીઓના પગાર દર જે પણ હોય અમે તેમને અલગથી પૈસા આપીએ છીએ. આ તેમના મૂળ પગાર જેવું છે. જ્યાં સુધી કર્મચારીઓ કામ કરશે ત્યાં સુધી તેમને આ રહેશે.
તેમણે કહ્યું કે, અમે દર બુધવાર અને શુક્રવારે યોગ ક્લાસ પણ યોજીએ છીએ. અમે એટલા પૈસા આપી રહ્યા છીએ કે કોઈ પણ કર્મચારી માટે રજા માટે છોડવુ મુશ્કેલ બની જાય.
જો કે, તેણે આંકડાનોખુલાસો નથી કર્યો. તેમણે કહ્યું કે, તમે તેને ઓવરટાઇમ ગણી શકો છો. કર્મચારીઓ આ યોજનાનો લાભ ઇચ્છે તેટલી વખત મેળવી શકે છે. તેમને દરેક સત્ર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
તેમણે આગળ કહ્યું કે, હું સેનામાં હતો ત્યારે મેં જોયું કે તેનાથી કેટલો ફાયદો થાય છે. મગજની મજબૂતી માટે આ ખૂબ જ જરૂરી છે. અહીં કર્મચારીઓએ દોડવાની સ્પર્ધા, બરફના પાણીમાં શરીરને ડૂબાડવા જેવી ઇવેન્ટમાં ભાગ લેવો પડે છે. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે મારી ટીમમાં સૌથી વધુ સ્વસ્થ, યોગ્ય અને સૌથી અસરકારક લોકો હોય.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ઝેરોધા નામની એક કંપનીએ પોતાના કર્મચારીઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવવા માટે ફિટનેસ ચેલેન્જ આપી હતી. આ કંપનીના કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે જે કર્મચારી આ ફિટનેસ ચેલેન્જ પૂર્ણ કરશે તેને કંપની દ્વારા 1 મહિનાનો પગાર બોનસ અને 10 લાખ રૂપિયાનો મોટિવેશન એવોર્ડ મળશે. ચેલેન્જમાં કર્મચારીઓએ દરરોજ ઓછામાં ઓછી 350 કેલરી બર્ન કરવાની હતી.












Click it and Unblock the Notifications
