Video : આ વ્યક્તિ દરેક જગ્યાએ મહિલાઓના સ્કર્ટ પહેરીને ફરે છે, જાણો કેમ આવુ કરે છે?
સામાન્ય રીતે કોઈ માણસ ફેશન કે ટ્રેન્ડથી હટીને સહેજ પણ અલગ કપડા પહેરે તો લોકો મજાક બનાવતા હોય છે. જો કે આ દુનિયામાં એક એવી વ્યક્તિએ છે જેને લોકો શું બોલે તેનાથી કોઈ ફરક પડતો નથી અને તે બિંદાસ્ત રીતે મહિલાઓના સ્કર્ટ પહેરીને ઓફિસથી લઈને ઘર સુધીની તમામ જગ્યાઓએ ફરે છે.
મુળ અમેરિકાના ટેક્સાસ અને હાલ જર્મનીમાં રહેતા માર્ક વ્યવસાયે રોબોટિક્સ એન્જિનિયર છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે રોજ મહિલાઓના કપડા પહેરીને ઓફિસ જાય છે. તે કપડા વિશે માને છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ કરડા પહેરી શકે છે. એટલે જ તેમને આમ કરવાનું શરૂ કર્યુ.

આ 63 વર્ષના નામ માર્ક બ્રાયન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે સતત ચર્ચામાં રહે છે. તમે માર્કને ક્યારેક મળો તો તે તમને મીની સ્કર્ટ અને હાઈ હિલ્સમાં જોવા મળશે. માર્ક કહે છે કે જો મહિલાઓ પેન્ટ શર્ટ પહેરી શકે છે તો તે આ કેમ નહીં.
માર્ક પત્ની સાથે શોપિંગ કરતા કપડા વિશે સમજવા લાગ્યા અને 20 વર્ષથી એક જ કપડાં પહેરીને કંટાળ્યા હોવાથી તેમને 2015થી હાઈ હીલ્સ પહેરવાનું પણ શરૂ કર્યું. ઓફિસમાં લોકોએ તેની મજાક ઉડાવી અને કેટલાક લોકો તેને ગે માનતા હોવા છત્તા પણ તે આમ કરી રહ્યા છે.
સફળ લગ્ન અને 3 બાળકોના પિતા માર્ક સ્પષ્ટપણે કહે છે કે કપડાંમાં કોઈ જાત નથી હોતી. તે જે પહેરવા માંગે તે પહેરી શકે છે. તેની પત્નીને તેના પતિની આ વિચિત્ર સ્ટાઈલથી કોઈ વાંધો નથી.
માર્ક છેલ્લા 5 વર્ષથી ઓફિસે જતી વખતે સ્કર્ટ અને હીલ્સ પહેરે છે. માર્ક કહે છે કે કોલેજના સમયથી જ તેને સ્ટાઈલમાં બદલાવ ગમતો હતો. અગાઉ તે જાહેરમાં હાઈ હીલ્સ પહેરતા નહોતો પરંતુ તે તેના રૂમમાં પહેરતા. તે કહે છે કે તેને હીલ્સથી આત્મવિશ્વાસ મળે છે. તે મેલ ટોપ સાથે ફિમેલ સ્કર્ટ પહેરે છે.












Click it and Unblock the Notifications
