આ છે દુનિયાની સૌથી નાની નદી, લંબાઈ છે માત્ર માટલા મીટર
દુનિયાની સૌથી મોટી નદીઓમાં નાઈલ અને એમેઝોન વિશે તો બધા જાણે છે. જો કે મોટાભાગના લોકોને એ નથી ખબર કે દુનિયાની સૌથી નાની નદી કઈ છે? આજે અમે તમને દુનિયાની સૌથી નાની નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આફ્રિકાની નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. જેની લંબાઈ 6650 કિલોમીટર એટલે કે લગભગ 4132 માઈલ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી ટૂંકી નદી કઈ છે? આ નદી અમેરિકામાં વહે છે.

વિશ્વની આ સૌથી ટૂંકી નદી અમેરિકામાં છે. આ નદી અમેરિકાના મોન્ટાના રાજ્યમાં આવેલી છે. અમેરિકાની સૌથી લાંબી નદી મિઝોરી નજીક જ આ નદી પણ આવેલી છે.
મોન્ટાનામાં આવેલી રો રિવર દુનિયાની સૌથી નાની નદી છે. લિંકન સ્કૂલના પ્રાથમિક શિક્ષક સુસાન નાર્ડિંગર અને તેના પાંચમા ધોરણના વિદ્યાર્થીઓએ સાથે મળીને 1980માં રો નદીને વિશ્વની સૌથી ટૂંકી નદી તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા અપાવવા ભિયાન શરૂ કર્યું હતું.
વર્ષ 1989 થી 2000 સુધી રો નદીને વિશ્વની સૌથી ટૂંકી નદીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અગાઉ આ ખિતાબ ઓરેગોનની ડી રિવરને મળ્યો હતો. જે 440 ફૂટ લાંબી નદી હતી. રો રિવર આના કરતા પણ ઘણી નાની છે.
તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી ટૂંકી નદી માત્ર 201 ફૂટ એટલે કે લગભગ 61 મીટર લાંબી છે. રો નદી આગળ વધીને અને મિઝોરી નદીમાં જોડાય છે. આ નાની નદીમાં પાણી લિટલ બેલ્ટ પર્વતમાળામાંથી આવે છે અને તે ભૂગર્ભ ઝરણાથી વહે છે.












Click it and Unblock the Notifications
