એક આંટો દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગમાં, જાણો શું છે ખાસ અને ક્યાં આવેલી છે?
જો તમને કોઈ તમને પુછે કે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ક્યાં આવેલી છે તો તમે તરફ જ અમેરિકા કે યુકોપના કોઈ દેશનો ખ્યાલ આવે. જો કે એવુ નથી. તમને જામીને આશ્ચર્ય થશે કે સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ભારતમાં આવેલી છે.
એક સમય હતો જ્યારે દુનિયાભરમાં અમેરિકાની પેન્ટાગોન બિલ્ડીંગ દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ ગણાતી હતી. જો કે હવે એવુ નથી રહ્યું. હવે આ સ્થાન ભારતમાં છે. હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ભારતમાં આવી ગઈ છે.

ભારત અને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બીજે ક્યાંય નહીં પરંતુ આપણા ગુજરાતના જ સુરતમાં બની રહી છે. આ બિલ્ડીંગનું લગભગ કામ પુરૂ થવા આવ્યુ છે. ડાયમંડ બોર્સ નામથી તૈયાર થઈ રહેલી આ બિલ્ડીંગમાં હીરાના વેપાર માટેની તમામ સુવિધાઓ હશે.
સુરતમાં બની રહેલી દુનિયાની સૌથી મોટી ઈમારતનો વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટ છે. આ ઇમારતમાં 15 માળની છે. અને તેના 9 સરંચનાઓ એકબીજા સાથે જોડાયેલી હશે. આ બિલ્ડિંગ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, ડાયમંડ બોર્સ પહેલા અમેરિકાની પેન્ટાગોન બિલ્ડીંગ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ગણાતી હતી. 1943માં આ ઈમારત અમેરિકાના શહેર આર્લિંગ્ટનમાં બનાવવામાં આવી હતી. આ ઈમારત 7 માળની છે અને તેમાં 26000 લોકો કામ કરી શકે છે. આ ઇમારત 23.5 મીટર ઊંચી છે અને તેનો ફ્લોર એરિયા 6230000 ચોરસ મીટર છે.












Click it and Unblock the Notifications
