આ ટેકનોલોજી મરેલા માણસને ફરીથી જીવતા કરશે, જાણો શું છે ક્રાયોનિક્સ ટેકનોલોજી
કહેવાય છે કે ઉપર ગયા પછી એટલે કે મર્યા પછી કોઈ પરત ફરી શકતુ નથી. જો કે હવે વૈજ્ઞાનિકોએ આ વાતને ખોટી સાબિત કરતો એક દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો આવનારા સમયમાં મરેલા માણસને ફરીથી જીવતો કરી શકાશે.
અમેરિકાના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે આવનારા સમયમાં ક્રાયોનિક્સ ટેકનિકથી મરેલા માણસને પુનર્જીવિત કરી શકાશે. આ ક્રાયોનિક્સ ટેકનોલોજીની વાત કરીએ તો, અમેરિકાના એરિઝોના પ્રાંતમાં મૃત લોકોના મૃતદેહને ખાસ ટેક્નોલોજીથી ઠંડા રાખવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં જો કોઈ ટેક્નોલોજી વિકસે તો તેને ફરીથી જીવિત કરી શકાય.

વિદેશમાં લોકો પોતાના સ્વજનોના મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે આ ટેકનિક માટે ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. ક્રાયોનિક્સ નામની આ ટેકનિકમાં શરીરના ભાગોને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે.
ક્રાયોનિક્સ ટેક્નોલોજી વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 100 વર્ષ પહેલા ચંદ્ર પર જવુ એક કલ્પના હતી પરંતુ હાલ આધુનિક ટેક્નોલોજીથી તે શક્ય છે. હવે વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ભવિષ્યમાં ટેક્નોલોજી એટલી વિકસિત થઈ શકે છે કે ક્રાયોનિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે મૃત માનવીઓને જીવિત કરી શકીશું. અમેરિકન વૈજ્ઞાનિકો સતત સીપીઆર ટેક્નોલોજીથી મૃત મનુષ્યોને ફરીથી જીવતા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મૃત બાળકો અને શિશુઓ પણ અહીં સાચવવામાં આવે છે. આ સિવાય માનવ શુક્રાણુ પણ સચવાય છે. મૃત શરીરને ક્રાયોનિક્સ ટેકનિકમાં સાચવવાનો ખર્ચ 2 લાખ યુએસ ડોલર છે. તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો તે એક કરોડ રૂપિયાથી વધુ થશે. જ્યારે મગજને સાચવવાનો ખર્ચ 80 હજાર ડોલર છે.












Click it and Unblock the Notifications
