For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ભારતીયોનો ટેકનોલોજીનો જુગાડ! જોશો તો હસી પડશો...

|
Google Oneindia Gujarati News

આપણી સૌથી સારી વસ્તુ શું છે ખબર છે આપણે મુશ્કેલીઓમાં પણ રસ્તો શોધી લઇએ છીએ. અને આપણી આ જ ખુબી આપણા જેવા અનેક ભારતીયોને જુગાડુ ભારતીયો બનાવે છે. હવે જુગાડ શોધવો કંઇક ખરાબ વાત નથી. કારણ કે જ્યારે આપણે કોઇ વસ્તુનું નિરાકરણ શોધીએ છીએ ત્યારે આપણે એક નવા આઇડિયાને જન્મ આપીએ છીએ. અને આવા જ કેટલાક અદ્ધભૂત આઇડિયાને મગજમાં લાવવા માટે પણ તેજ મગજની જરૂર પડે છે.

ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક જુગાડ બતાવવાના છીએ. જેને તમે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહી શકો છો. તો નીચે બતાવેલા જુગાડમાંથી તમને કયો જુગાડ સૌથી વધુ ગમ્યો તે વિષે અમને નીચેના કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો. તો તસવીરોમાં જુઓ લોકોના યુનિક જુગાડ!

હિટીંગ પ્રોબ્લેમ

હિટીંગ પ્રોબ્લેમ

લેપટોપમાં હિટીંગ પ્રોબ્લેમ શું થયો આખું લેપટોપ જ આ જુગાડુએ ખોલીને પંખા નીચે મૂકી દીધું. હવે કોઇ સમસ્યા જ નહીં.

થીર્ડ એમ્પાયર

થીર્ડ એમ્પાયર

આ વીડિયો કેમેરાવાળા થર્ડ એમ્પાયર પછી કોઇ કહે તો ખરા કે હું તો આઉટ જ નથી થયો તું ખોટું બોલે છે!

એસી કમ ફ્રિઝ

એસી કમ ફ્રિઝ

એસીથી ખાલી ઠંડક જ મેળવાની તેવું થોડીના ચાલે એક વસ્તુથી બે કામ નીકાળવામાં તો આપણને કોઇના પહોંચી શકે માટે જ જુઓ એસી કમ ફ્રિઝનો આ જુગાડ.

લાકડી રિમોટ

લાકડી રિમોટ

રિમોટ ના સહી લાકડી તો છે જ ને ટીવીની ચેનલ બદલવા માટે.

દરેક રૂમમાં ઠંડક

દરેક રૂમમાં ઠંડક

હવે બે રૂમમાં બે અલગ અલગ કૂલર ના નાખવું હોય તો આ રીતે પણ તમે બન્ને રૂમમાં ઠંડક કરી શકો છો.

સીડીનો કમાલ

સીડીનો કમાલ

હવે કાર ટેન્કનું કવર ટૂટી ગયું હોય તો કંઇ વાંધો નહીં ઘરમાં પડેલી જૂની સીડી કે દી કામમાં આવશે.

અરીસો નથી તો શું થઇ ગયું

અરીસો નથી તો શું થઇ ગયું

અરે ભાઇ ઘરમાં અરીસો નથી તો કંઇ વાંધો નહીં લેપટોપનો કેમેરો કયા દિવસે કામમાં આવશે.

એમપી3 કમ લેપટોપ

એમપી3 કમ લેપટોપ

ગીતો સાંભળતા સાંભળતા ખાવાનું બનાવાની મઝા જ કંઇક ખાસ છે. આ છે જુગાડુ એપી3 પ્લસ લેપટોપ.

મારી પાસે પણ લેપટોપ છે

મારી પાસે પણ લેપટોપ છે

બધાની પાસે લેપટોપ હોય ને આપણે એકલા પડી જઇએ તેવું થોડીના ચાલે આપણે પણ આપણું પોતાનું લેપટોપ બનાવી શકીએ છીએ.

સીપીયુ સ્ટેન્ડ

સીપીયુ સ્ટેન્ડ

જો કોમ્પ્યૂટર ખરાબ થઇ જાય તો સીપીયૂનો આ રીતે ઉપયોગ તો કરી જ શકાય છે.

English summary
top 10 tech jugad of Indians you would be surprised to see
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X