જુડવા બહેનો એક જ વ્યક્તિને ડેટ કરી રહી છે અને લગ્ન કરવા જઈ રહી છે, હવે નહાવાથી લઈને ખાવા સુધી તમામ કામ એક સાથે

દુનિયામાં તમે ઘણા જુડવા લોકોને એક સાથે ઘણા કામ કરતા જોયા હશે. પરંતુ હવે જે ઘટના વિશે વાત કરવાના છીએ તેમાં બે જુડવા બહેનોએ બધાથી હટીને કામ કર્યુ છે. આ બન્નેએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાની છે અને સાથે રહે છે.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી એના અને લ્યુસી ડેસિંક નામની આ બન્ને બહેનો 37 વર્ષની છે અને બંનેએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાની છે. બન્ને આ એક વ્યક્તિ સાથે રહે છે અને એક સરખા જ ડ્રેસમાં જોવા મળે છે.

perth

એના અને લ્યુસી કહે છે કે તે બધું એકસાથે વહેંચે છે અને ક્યારેય અલગ ન હોઈ શકે. બંનેએ બેન બાયર્ન સાથે સગાઈ કરી છે. આ પહેલા બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. પછી બંનેએ કહ્યું કે તેઓ એક જ પતિ સાથે એક જ સમયે પ્રેગનન્ટ થવાની કોશિશ કરી રહી છે.

જણાવી દઈએ કે, આ બંને બહેનો સાથે જ ન્હાય છે અને એકસાથે ટોયલેટનો ઉપયોગ કરે છે. બંને છેલ્લા 11 વર્ષથી તેમના ભાવિ પતિ સાથે છે. તે ત્રણેય રોજ રાત્રે એક સાથે સુવે છે.

એનાએ અગાઉ કહ્યું હતું કે, અમે પહેલાં ક્યારેય પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો નથી. તેણે કહ્યું કે, એક સ્ટિક કેવી રીતે નક્કી કરી શકે કે તમે પ્રેગનન્ટ છો. અમે 37 વર્ષના છીએ. અમે નક્કી કર્યું છે કે અમને હવે બાળકો જોઈએ છે.

બંને બહેનો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. બંનેનું ઈન્સ્ટાગ્રામ એક જ છે. તેના એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ બન્ને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X