For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રની સૌથી ઊંચા શિખર પર સૌથી અનોખા લગ્ન

|
Google Oneindia Gujarati News

નાસિક, 30 ડિસેમ્બર: ઘણા અનોખા લગ્ન અંગે આપે સાંભળ્યું હશે, પરંતુ મહારાષ્ટ્રની સૌથી ઊંચા શિખર પર થયેલા લગ્ન ખૂબ જ રોમાંચક અને અનોખા રહ્યા. મહારાષ્ટ્રના કલસુબાઇ પહાડના સૌથી ઊંટા શિખર પર મુંબઇના એક એન્જીનિયર તથા એક એકાઉન્ટેંટે પારંપરિક રીતિ-રિવાજોથી લગ્ન કર્યા. રોમાંચમાં રસ દાખવનાર લાર્સન એંડ ટૂબ્રો કંપનીમાં એન્જીનિયર વિવેક પાટિલે ખારમાં સોશિયલ એક્સિસ કંપનીમાં કાર્યરત પવઇની રહેનારી સ્વપ્નાલી ધાબુગાદે સાથે રવિવારે બિલકૂલ અનોખા સ્થળે લગ્ન કર્યા.

મે માસમાં ટ્રેકિંગ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી, જે બાદમાં પ્રેમમાં પરિવર્તિત થઇ ગઇ. એટલું જ નહીં એકબીજાની સાથે વધારે સમય વિતાવવા માટે તેમણે એક સ્વતંત્ર ગ્રુપ 'ટ્રેકલવર્સ' બનાવ્યું. બંને પરિવારોની મરજી બાદ ઠાણેના વિવેક અને ચેંબૂરની સ્વપ્નાલીએ ઠાણે જિલ્લા સ્થિત એક વૃદ્ધાશ્રમમાં બે નવેમ્બરના રોજ એક સમારંભ દરમિયાન સગાઇ કરી હતી. ત્યારબાદ બંનેએ માતા કલ્સુબાઇ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

marriage
વિવેકે જણાવ્યું કે 'પોતાના પરિવારને તૈયાર કરવા માટે અમે મહીનાઓ લાગી ગયા. પરંતુ તો પણ તેઓ તૈયાર ન્હોતા થઇ રહ્યા. મારા પિતાજી તો શનિવાર સુધી આના માટે રાજી ન્હોતા. જ્યારે અમે વાડી પહોંચ્યા, ત્યારે તેઓ સમારંભમાં સામેલ થયા.'

લગ્નની પાર્ટી બાડી ગામમાં સંપન્ન થઇ, જેમાં 150 સંબંધિયોએ ભાગ લીધો. આ ગામ દેશભરના ટ્રેકરો માટે એક બેઝ વિલેઝ છે. અત્રેથી 200 મિનિટની ચડાઇ પૂરી કરી લોકો લગ્ન સ્થળ સુધી પહોંચ્યા.

સ્વપ્નાલીએ જણાવ્યું 'શરૂઆતમાં તો પુજારીએ પણ આ અંગે ના કહી દીધી હતી. બાદમાં તેઓ માની ગયા. અમારા લગ્ન માટે પહાડની ઉંચાઇ ચડવા માટે ઘણા અઠવાડીયાની પ્રેક્ટિસ કરવી પડી.'

27 સપ્ટેમ્બરના રોજ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે પીઠી, સંગીત કાર્યક્રમ થયો અને લગ્ન સંપન્ન થયા.

English summary
A Mumbai engineer and a cost accountant had a traditional marriage in the presence of their families atop the misty Mt. Kalsubai, Maharashtra’s tallest peak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X