For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: કામ કર્યા વિના બંપર પૈસા કમાઈ રહ્યો છે આ 38 વર્ષનો વ્યક્તિ, નોકરી છોડીને કરી રહ્યો છે આ કામ

શું કોઈ ક્યારેય શાંતિથી બેસી રહેવા માટે પૈસા આપે છે? જો તમારો જવાબ ના હોય તો આ સમાચાર વાંચો.

By Desk
|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ શું કોઈ ક્યારેય શાંતિથી બેસી રહેવા માટે પૈસા આપે છે? જો તમારો જવાબ ના હોય તો આ સમાચાર વાંચો. જાપાનની રાજધાની ટોક્યોમાં રહેતા શોજી મોરીમોટો ગ્રાહકો સાથે જવા માટે બુકિંગ દીઠ 10,000 યેન ચાર્જ કરે છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે રૂ. 5,633 છે. અહેવાલો અનુસાર શોજી મોરીમોટો મુસાફરો સાથે માત્ર એક સાથી તરીકે હાજર રહેવા માટે લગભગ 5600 રૂપિયા ચાર્જ કરે છે. રસપ્રદ વાત એ છે કે લોકો મોરીમોટોને પેમેન્ટ પર કરે છે. (તમામ ફોટો વીડિયો ગ્રેબ - સૌજન્ય ટ્વિટર@Reuters). નીચે જુઓ વીડિયો.

સાથી પેસેન્જરની કમાણી

સાથી પેસેન્જરની કમાણી

જાપાની નાગરિક શોજી મોરીમોટો કંઈ ન કરવા છતાં પૈસા કમાવાને કારણે ચર્ચામાં છે. તેમને સાથી પેસેન્જર તરીકે મુસાફરી કરવા માટે પેમેન્ટ ચૂકવવામાં આવે છે. ઈન્ડિયા ટુડે ડૉટ ઈનના એક અહેવાલ મુજબ શોજી મોરીમોટો પ્રતિ બુકિંગ 5,633 રૂપિયા લે છે.

'કંઈ નહિ' માટે પેમેન્ટ

'કંઈ નહિ' માટે પેમેન્ટ

ટોક્યોના 38 વર્ષીય શોજી મોરીમોટો અગાઉ એક પબ્લિશિંગ કંપનીમાં કામ કરતા હતા. હાલમાં તે એવુ કામ કરીને પૈસા કમાઈ રહ્યો છે જે સાંભળ્યા પછી આપણામાંના મોટા ભાગનાને ઈર્ષ્યા થાય. હા, તે એટલા માટે કારણ કે શોજી મોરીમોટોને 'કંઈ નહિ' કરવા માટે પેમેન્ટ ચૂકવવામાં આવે છે.

મોરીમોટોથી ઈર્ષ્યા

મોરીમોટોથી ઈર્ષ્યા

ખાનગી કંપનીઓની નોકરી અને સમયની પાબંદી સાથે સંઘર્ષ કરી રહેલા લોકો ડેડલાઈન પૂરી કરવા માટે સખત મહેનત કરતી વખતે શોજી મોરીમોટોની કહાની વાંચે તો તેમને ચોક્કસપણે મોરીમોટોની ઈર્ષ્યા થવાની છે.

4 વર્ષમાં 4000થી વધુ મુસાફરી

4 વર્ષમાં 4000થી વધુ મુસાફરી

ટોક્યો સ્થિત શોજી મોરીમોટો ગ્રાહકો સાથે બુકિંગ દીઠ 10,000 યેન (લગભગ રૂ. 5,633) ચાર્જ કરે છે. તેઓ મુસાફરી દરમિયાન લોકો સાથે સાથીદાર તરીકે હાજર રહે છે. રોઇટર્સના અહેવાલ મુજબ મોરિમોટોએ છેલ્લા 4 વર્ષમાં 4,000થી વધુ ટ્રિપ્સ કરી છે. રિપોર્ટ અનુસાર શોજી મોરીમોટો પોતાની યાત્રાને સેશન કહે છે.

ટ્વિટર પર લાખો ફોલોઅર્સ

ટ્વિટર પર લાખો ફોલોઅર્સ

અનોખા જાપાની વ્યક્તિ મોરિમોટો વિશે ઇન્ડિયા ટુડેએ રોઇટર્સને ટાંકીને કહ્યુ હતુ કે, 'મૂળભૂત રીતે, હું મારી જાતને ભાડે આપુ છુ. મારુ કામ છે કે મારા ગ્રાહક જ્યાં ઈચ્છે ત્યાં રહે અને તેને ખુદ વિશેષ રીતે કંઈ કરવુ ન પડે.' શોજી મોરીમોટોના ટ્વિટર પર 250 હજારથી વધુ ફોલોઅર્સ છે.

આવુ કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર

આવુ કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર

ગ્રાહકોની શોધ અંગે શોજી મોરીમોટો સમજાવે છે કે તે મોટાભાગના ગ્રાહકોનો સંપર્ક માત્ર માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કરે છે. તેમાંથી એકે લગભગ 270 વખત મોરીમોટોને હાયર કર્યા છે. 38 વર્ષીય મોરીમોટો નોકરી પસંદ કરવામાં અમુક મર્યાદાઓ પણ રાખે છે. જ્યારે તેને ફ્રિજને બીજી જગ્યાએ ખસેડીને કંબોડિયા જવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેણે આ ઑફર ઠુકરાવી દીધી. શોજી મોરીમોટો યૌન પ્રકૃતિની કોઈપણ વિનંતીઓ પણ સ્વીકારતા નથી.

મહિલાને પબ્લિકમાં સાડી પહેરવી હતી...

મહિલાને પબ્લિકમાં સાડી પહેરવી હતી...

શોજી મોરીમોટોના જણાવ્યા અનુસા, તેમનો સૌથી લેટેસ્ટ ક્લાયન્ટ અરુણા ચિડા નામની 27 વર્ષીય ડેટા એનાલિસ્ટ હતી. તેણે કહ્યુ કે અરુણા જાહેરમાં સાડી પહેરવામાં ગભરાતી હતી. ઈન્ડિયા ટુડેએ રોઈટર્સને ટાંકીને ચિડાનો અનુભવ જણાવ્યો. ચિડાએ કહ્યુ, 'મારા મિત્રો સાથે મને લાગે છે કે મારે તેમનુ મનોરંજન કરવુ છે પરંતુ ભાડે લેનાર(મોરીમોટો) સાથે મને ગપસપ કરવાની જરૂર પણ નથી લાગતી.'

'કંઈ ન કરવુ' મૂલ્યવાન

શોજી મોરીમોટો સહયાત્રી તરીકે કામ શરૂ કરતા પહેલા એક પ્રકાશન કંપનીમાં કામ કરતા હતા. કંપનીએ કંઈ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. તેણે કહ્યુ, 'લોકો માને છે કે મારુ 'કંઈ ન કરવું' મૂલ્યવાન છે કારણ કે તે અન્ય લોકો માટે ઉપયોગી છે. જો કે, વાસ્તવમાં કંઈ ન કરવુ એ પણ ઠીક છે. લોકોએ દરેક વખતે વિશેષ રીતે ઉપયોગી થવાની જરૂર નથી.'

English summary
Video: Japan shoji morimoto sitting paid about five thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X