Viral Video: આ વ્યક્તિએ શોધી કાઢ્યું વાત કરતું ટેટૂ

નેટ નામાના વ્યક્તિએ એવું ટેટૂ બનાવ્યું છે, જે બોલીને તમારા મનની વાત બીજા સુધી પહોંચાડી શકે છે. આવો જાણીએ આવા ટેટૂ વિશે.

આજકાલ યુવાનોમાં ટેટૂનો ક્રેઝ બહુ વધી ગયો છે. લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા, વિચારો રજુ કરવા અને ક્યારેક પોતાના મનની વાત બીજા સુધી પહોંચાડવા માટે પોતાના શરીર પર ટેટૂ બનાવડાવતા હોય છે. પરંતુ તમે ક્યારેય એવા ટેટૂ વિશે સાંભળ્યું છે, જે માત્ર શબ્દો કે ડિઝાઇનથી જ નહીં પરંતુ બોલીને પણ તમારા મનની વાત કહી શકે?

bizarre

તમને થશે આવું કઇ રીતે શક્ય છે? પરંતુ આ વાત સાચી છે, આજે અમે તમને એવા જ ટેટૂ વિશે જણાવવાના છીએ, જે માત્ર ડિઝાઇનથી નહીં, પરંતુ બોલીને પણ તમારા મનની વાત કહેશે. નેટ સિગૉર્ડકરે પોતાની ગર્લફ્રેન્ડની ઇચ્છા પૂરી કરવા માટે એવું ટેટૂ શોધ્યું છે, જે બોલી શકે છે. નેટે પોતાની ગર્લફ્રેન્ડની ઇચ્છા પૂરી કરવા માટે સાઉન્ડ વેવ ટેટૂ બનાવ્યું છે.

એક એપ્લિકેશન મારફતે તમે સાઉન્ડ વેવ ટેટૂનો અવાજ સાંભળી શકો છો. અધિકૃત વેબ સાઇટ અનુસાર તમે સ્કિન મોશન એપ્લિકેશનના દ્વારા ટેટૂનો અવાજ સાંભળી શકો છો. આ અવાજ કોઇ સંદેશ, ગીત કે કોઇ સુવિચાર પણ હોઇ શકે છે. નેટ નામના વ્યક્તિએ સાઉન્ડ વેવ ટેટૂમાં પોતાના ચાર વર્ષના બાળક અને પત્નીનો અવાજમાં "આઇ લવ યુ" કહેતું ટેટૂ બનાવડાવ્યું છે અને તેને ફેસબુક પર શેયર કર્યું. આ ટેટૂનો વીડિયો ફેસબુક પર આવતા જ ઝડપથી વાયરલ થઇ ગયો છે. 11 મેના રોજ અપલોડ થયેલા આ ટેટૂનો વીડિયો 14 મિલિયન વખત જોવામાં આવ્યો છે. આવા પ્રકારનું ટેટૂ બનાવડાવવા માટે સાઉન્ડટ્રેકને ખૂબ ઝીણવટ પૂર્વક ટેટૂમાં કોતરવામાં આવે છે, જે પછી તેની એપ્લિકેશન દ્વારા તમે એ સાઉન્ડટ્રેક પ્લે કરી શકો છો.

તમે પણ જુઓ બોલતા ટેટૂનો આ અનોખો વીડિયો.....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X