Video : વૃદ્ધ વ્યક્તિ સળગતી ચિતાની બાજુમાં સુઈ ગયા, કારણ સાંભળીને વિચારતા રહી જશો
ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે લોકોને વિચારતા કરી દે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સ્મશાનનું નામ સાંભળતા જ એક વિચિત્ર ડરનો અનુભવ થાય છે. નામ સાંભળતા જ આત્મા કંપી જાય છે. પરંતુ આ ડરથી આગળ એક વૃદ્ધ વ્યક્તિ સળગતી ચિતા પાસે પડેલો જોવા મળ્યો. આ ચોંકાવનારો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ વ્યક્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્મશાનગૃહમાં ચિતા પાસે સૂતા જોવા મળી રહ્યાછે. જ્યારે વૃદ્ધને પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ કરો છો તો તેણે એવો જવાબ આપ્યો કે સાંભળીને તમે પણ તમારા આંસુ નહીં રોકાય.
કડકડતી ઠંડીએ સૌની હાલત દયનીય બનાવી દીધી છે. કોલ્ડવેવને લઈને ઘણી જગ્યાએ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન આ ઠંડીની લહેરથી બચવા આ વૃદ્ધ વ્યક્તિ સ્મશાનભૂમિમાં ચિતા પાસે સૂઈ જાય છે.
આ ખૂબ જ વિચિત્ર અને ભાવનાત્મક લાગશે પરંતુ તે સાચું છે. વૃદ્ધની હાલત એવી છે કે તેની પાસે માથું છુપાવવાની પણ જગ્યા નથી. ઠંડીથી ધ્રૂજતા આ વૃદ્ધ માણસ પાસે કોઈ વિકલ્પ ન બચ્યો તો તે સળગતી ચિતા પાસે આવીને સુઈ ગયા.
UP : कानपुर में एक बुजुर्ग जलती चिता के बराबर में लेट गया। पूछा तो बोला –"ठंड लग रही थी"
— Sachin Gupta (@SachinGuptaUP) December 30, 2023
मुफलिसी और मजबूरी की ये तस्वीर सरकारों को भी देखनी चाहिए।
Video : @dileepsinghlive pic.twitter.com/SWfw7tNHBR
ચિતા પાસે સૂતેલા એક વૃદ્ધનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે આરામથી સૂતો છે અને તેની બાજુમાં ચિતા સળગી રહી છે. વૃદ્ધ વ્યક્તિ આરામથી સૂઈ જવા પાછળનું કારણ સળગતી ચિતામાંથી નીકળતી ગરમી છે, જે તેને ઠંડીથી રાહત આપી રહી છે.
ટ્વિટર પર વીડિયો શેર કરનાર યુઝરે લખ્યું કે, ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ સળગતી ચિતા પાસે સુઈ ગયા. પૂછવા પર તેમણે કહ્યું કે, મને ઠંડી લાગી રહી હતી. વ્યક્તિએ આગળ લખ્યું કે સરકારોએ પણ ગરીબી અને લાચારીની આ તસવીર જોવી જોઈએ.












Click it and Unblock the Notifications
