કોઈને કિસ કરો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો શું કહી રહ્યા છે જાણકારો?
કિસ બે પાર્ટનર વચ્ચેની સૌથી આત્મિયતાની ફિલિંગ છે. કિસ કરતી વખતે બે પાર્ટનર એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કિસ માત્ર બે વ્યક્તિના મનને જ નહીં પરંતુ શરીરમાં પણ મોટા ફેરફાર કરે છે.
દરેક કપલ તેના પહેલા કિસને હંમેશા યાદ રાખવાની ઈચ્છા રાખે છે. ફર્સ્ટ કિસ ન માત્ર લાગણીઓને તાજી રાખે છે પરંતુ ઘણા પ્રકારના શારીરિક લાભ પણ આપે છે. આ લાભો આપણા શરીરમાં મોટા ફેરફારો લાવે છે.

જો તમને કોઈ વાતનું ટેન્શન હોય તો દારૂ પીવાને બદલે તમે શું કરી શકાય? જાણકારો જણાવે છે કે નિયમિત રીતે કિસ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. આ સિવાય હેપ્પી હોર્મોનની સાથે સાથે ફીલ ગુડ કેમિકલ ઓક્સીટોસિનનો પણ શરીરમાં સ્ત્રાવ થાય છે. આ તણાવ ઓછો કરવાનું કામ કરે છે.
કિસ આનંદની લાગણી પેદા કરે છે. આપે છે. દિલના ધબકારા વધી જાય છે. શરીરમાં હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન થવા લાગે છે. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તો કિસ કરવાથી પણ આ સમસ્યામાં ફાયદો થાય છે. કિસ લોહીના લિપિડના સ્તરને અસર કરે છે. રિપોર્ટ્સ અનુસાર, રોમેન્ટિક કિસિંગ શરીરમાં સીરમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને એકંદર કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે.
જ્યારે તમે કોઈને પહેલીવાર કિસ કરો ત્યારે શરીરમાં અચાનક એડ્રેનાલિન રશ થાય છે. જેનાથી વ્યક્તિના હાર્ટ રેટ વધી જાય છે. આ કારણે એનર્જી લેવલ સારું રહે છે અને બ્લડ ફ્લો પણ સારો રહે છે.












Click it and Unblock the Notifications
