Viral Video: જ્યારે ગોલ્ફના મેદાનમાં જામી 2 સાપોની લડાઇ...
કારા ટ્રેહન નામની મહિલા ગોલ્ફ રમાવામાં મગન હતી, ત્યાં અચાનક તેની નજર લડાઇ કરતાં બે સાપ પર પડી.
ક્રૂગર નેશનલ પાર્ક પાસે આવેલ લેપર્ડ ક્રીક ગોલ્ફ કોર્સમાં કેટલાક લોકો ગોલ્ફની મજા મણી રહયાં હતા, એ દરમિયાન ખૂબ અજીબ નજારો જોવા મળ્યો. કારા ટ્રેહન નામની મહિલા ગોલ્ફ રમાવામાં મગન હતી, ત્યાં અચાનક તેની નજર લડાઇ કરતાં બે સાપ પર પડી. તેણે પોતાની રમત અધૂરી છોડી દીધી અને સાપનો વીડિયો શૂટ કરવા લાગી.

ગોલ્ફના મેદાનમાં સાપનું એક જોડું આવી પહોંચ્યું હતું. બંન્ને સાપ જાણે એકબીજા સાથે કુશ્તી કરી રહ્યાં હતા. પહેલા તો મેદાનમાં ગોલ્ફ રમી રહેલ લોકોને આ વાતે ખૂબ ગુસ્સો આવ્યો, સાપના ડરને કારણે તેઓ પોતાની રમત ચાલુ રાખી શકે એમ નહોતા. પરંતુ ધીરે-ધીરે તેઓ પણ સાપની આ કુશ્તી જોવામાં વ્યસ્ત થઇ ગયા. તેમણે ગોલ્ફ કોર્સમાં લડાઇ કરતાં સાપનો વીડિયો લઇ યૂટ્યૂબ પર મુકી દીધો. કારા ટ્રેહન અનુસાર, તેણે મેદાનમાં હાજર અન્ય ગોલ્ફર્સને પણ સાપની લડાઇ જોવા ત્યાં બોલાવી લીધા હતા.
આ અંગે વાત કરતાં કારાએ જણાવ્યું કે, પહેલા જ્યારે હું ટોચે પહોંચી તો મને દૂર ઘાસ વચ્ચે થોડી હલનચલન દેખાઇ. પહેલા મને લાગ્યું કે, ત્યાં કોઇ કોબરા બેઠો છે. પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડી કે એ તો બે મામ્બા સાપ છે. સાપની અનોખી લડાઇ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, આ ખરેખર અદભૂત અનુભવ હતો, તમે નરી આંખે જુઓ તો ખરી ખબર પડે. તેમની લડાઇ જોવાની ખરેખર મજા પડી હતી. છેલ્લે બંન્ને સાપ લડી-લડીને થાકી ગયા અને ત્યાંથી જતા રહ્યાં. મને જીવનમાં થયેલ સૌથી રસપ્રદ અનુભવોમાંનો એક આ હતો.
ગોલ્ફના મેદાનમાં કુશ્તી કરતા સાપનો આ વાયરલ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
