Video: જ્યારે મગરના મોઢામાં આવી ગઇ નાનકડા મદનિયાની સૂંઢ

તળાવમાં શિકાર માટે ઘાત લગાવીને બેઠેલા હિંસક મગરના મોઢામાં નાનકડા મદનિયા પર હુમલો કર્યો. ત્યાર બાદ હાથીના ઝૂંડે જે કર્યું, એ જોઇને તમે દંગ રહી જશો.

જંગલોમાં પ્રાણીઓની લડાઇના વીડિયો તમે જોયા હશે. પરંતુ હાથી અને મગર નો આ વીડિયો જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. માલવીના લિવાંદે નેશનલ પાર્કનો આ વીડિયો છે, જ્યાં હાથીઓનું એક ઝૂંડ પાણી પીવા આવ્યું હતું. આ ઝૂંડમાં એક નાનકડું મદનિયું પણ હતું, જે પાણી પીવા માટે તળાવના કિનારે ચાલી રહ્યું હતું.

Elephant

થોડી વાર બાદ જ્યારે મદનિયાએ પાણી પીવા માટે સૂંઢ તળાવમાં નાંખી કે તરત શિકારની ઘાતમાં તૈયાર બેઠેલા મગરે તેની પર હુમલો કર્યો. મગરના મોઢામાં હાથીની સૂંઢ આવી ગઇ, જે છોડવા મગર તૈયાર નહોતો.

મદનિયું પીડાથી આમ-તેમ થવા માંડ્યું, અનેક પ્રયત્નો છતાં તે પોતાની સૂંઢ મગરની પકડમાંથી છોડાવી ન શક્યું. મદનિયાની હાલત જોઇ પહેલા તો બાકીના હાથી પાછળ ખસી ગયા, પરંતુ પછી તેના બચાવમાં આગળ આવ્યા. એક હાથીએ મદનિયાને સૂંઢ છોડાવવામાં મદદ કરી અને અન્ય હાથીએ મગરને ત્યાંથી ભગાડવાનું કામ કર્યું. આખરે મદનિયું મગરની પકડમાંથી છૂટી શક્યું ખરું, જો કે આ પ્રયત્નમાં તેને ખાસી ઇજા પણ પહોંચી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ અહીં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X