નેતાઓ વ્હાઈટ કપડા જ કેમ પહેરે છે? જાણો શું છે કારણ?
ભાષા, પ્રદેશ અને પરંપરાઓના વૈવિધ્યથી ભરેલા ભારતમાં એક વસ્તુ સામાન્ય છે. આ સામાન્ય વાત છે નેતાઓના કપડા. ભારતના તમામ નેતાઓ મોટાભાગે સફેદ કપડામાં જ જોવા મળશે. આજે અમે તમને આની પાછળનું કારણ જણાવવાના છીએ.
અહેવાલો અનુસાર, એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરને એક બાળકે આ સવાલ કર્યો હતો કે તે હંમેશા પોતાના ખભા પર ત્રિરંગા વાળી શાલ કેમ રાખો છો. આનો જવાબ આપતા શશિ થરૂરે કહ્યું કે, તે આવું એટલા માટે કરે છે કારણ કે સફેદ કપડાં શોક માટે હોય છે. જો કે હવે સવાલ એ પણ છે કે આવુ છે તો પણ નેતાઓ કેમ સફેદ કપડા પહેરે છે?

આ સવાલના જવાબ માટે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી જવુ જોઈએ છે. ભારતીય સ્વતંત્રતા દરમિયાન મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપ્યો ત્યારે લોકોએ વિદેશી કપડા ભેગા કરીને તેમાં આગ લગાડી હતી. આ પછી મહાત્મા ગાંધીએ ભારતીય લોકોને ચરખામાંથી બનાવેલા ખાદીના કપડા પહેરવા માટે પ્રેરિત કર્યા.
અહીં ગાંધીજી તેને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે જોતા હતા અને ખાદીના કપડાં મોટાભાગે સફેદ રંગના હતા. ધીરે ધીરે આ નેતાની ઓળખ બન્યા અને આ પછી રાજકારણ અને સમાજ સેવા કરતા લોકો સફેદ કપડા પહેરવા લાગ્યા.
આ સિવાય પરંપરાગત રીતે જોઈએ તો સફેદ રંગ સત્ય અને અહિંસાનું પ્રતીક છે. કુર્તા, પાયજામા, ધોતી અને કેપ ભારતીય પરંપરાગત વસ્ત્રો છે. આ સાથે જ સફેદ રંગ પહેરવા પાછળ કેટલાક અન્ય કારણો પણ છે.
આ રંગ ખૂબ જ આકર્ષક લાગે છે. આ સાથે જ્યારે તમે સફેદ રંગના કુર્તા પાયજામા પહેરો છો ત્યારે તમારામાં સાદગી દેખાય છે. આ જ કારણ છે કે ભારતમાં દરેક નેતા અને મોટાભાગના સામાજિક કાર્યકરો સફેદ વસ્ત્રો પહેરે છે.












Click it and Unblock the Notifications
