મહારાષ્ટ્રના આ ગામમાં મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય, ચોંકાવનારું છે કારણ

મહિલાઓએ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ અને સમર્પણનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે તેમને ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહેવામાં આવે છે.

મહિલાઓએ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ અને સમર્પણનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે તેમને ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહેવામાં આવે છે. પરંતુ મહાષ્ટ્ર બીડ જિલ્લાની મહિલાઓ થોડીક આજીવિકા માટે એટલો ત્યાગ કરવો પડે છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા ગાઝીપુરની મહિલાઓ રોજગારી માટે ગર્ભાશય કાઢી નાખે છે. જેથી તેમનું કામ પ્રભાવિત ન થાય અને માસિક ધર્મ પર લાગતા દંડથી બચી શકે.

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું હાજીપુર ગામ શેરડીના શ્રમિકો માટે જાણીતું છે. આ મજૂરો શેરડીની લણણીનું કામ કરે છે. શ્રમિકો પોતાનું ઘર ચલાવવા માટે શેરડીની લણણી કરવા માટે મહારાષ્ટર્ના પશ્ચિમ વિસ્તારમાં જાય છે. મહારાષ્ટ્રમાં દુકાળની પરિસ્થિતિ હોવાને કારણે અહીં શ્રમિકોની સંખ્યા વધી છે.

આ પણ વાંચો: મહિલાની આંખોમાં ખંજવાળ, આંખમાંથી 3 મધમાંખી નીકળી, જાણો આગળ..

આ કારણે મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય

આ કારણે મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય

તમે જાણીને ચોંકી જશો કે મહારાષ્ટ્રમાં વનઝારવાડી ગામમાં બે કે ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ગર્ભાશય કાઢવાનું સામાન્ય બની ગયું છે. ગામના લોકોનું માનવું છે કે ગર્ભાશયને કારણે મહિલાના કામમાં અસર પડે છે. હકીતમાં તેની પાછળ પિરીયડ્સ અને માસિક ધર્મને જવાબદાર માનવામાં આવે છે. તેમને લાગે છે કે પિરીયડ્સને કારણએ કામને અસર પડે છે, કામ દરમિયાન રજા લેવી પડે તો દંડ લાગે છે.

આપવો પડે છે દંડ

આપવો પડે છે દંડ

આ રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે પ્રમાણે પતિ પત્ની લણણી કરવા જાય તેને એક યુનિટ માનવામાં આવે છે. જો બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ રજા લે તો કોન્ટ્રાક્ટર 500 રૂપિયા દંડ વસુલે છે.

જેથી રજા ન લેવી પડે

જેથી રજા ન લેવી પડે

હકીકતમાં આ ગામમાં શેરડીની લણણી કરનાર કોન્ટ્રાક્ટર આખા વર્ષની લણણીનો કોન્ટ્રાક્ટ લે છે. જેથી તે એક નક્કી સમયની અંદર કોન્ટ્રાક્ટર પૂરો કરવા ઈચ્છે છે. જેથી તેમને રજા ન લે તેવા શ્રમિકોની જરૂ હોય છે. કામ ઝડપથી થઈ જાય તે માટે કોન્ટ્રાક્ટરો ગર્ભાશય વગરની મહિલાઓને કામ પર રાખે છે. કારણ કે જો મહિલાઓને માસિક ધર્મ આવે તો તેમને રજા લેવી પડે છે, જેથી કામ પર અસર પડે છે.

નાની ઉંમરે મહિલાઓ કરાવી રહી છે Hysterrectomies

નાની ઉંમરે મહિલાઓ કરાવી રહી છે Hysterrectomies

રિપોર્ટ પ્રમાણે ગર્ભાશય કઢાવતી મહિલાઓમાં 25 વર્ષની ઉંમરની મહિલાઓ સામેલ છે. કારણ કે આ વિસ્તારમાં રોજગારીનું સાધન માત્ર મજૂરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે જે મહિલાઓને આ સર્જરી કરાવવી હોય છે કે કોન્ટ્રાક્ટર પાસેથી જ એડવાન્સમાં પૈસા લે છે, જે પોતાની મજૂરીમાંથી કપાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X