For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાએ કરિયાણાની દુકાનમાંથી કમાયા લાખો, 10 વર્ષમાં કરી 11 દેશોની યાત્રા

કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતુ. બસ એને મનથી કરવાની જરૂર છે. જો તમે પૂરા દિલથી પ્રયત્ન કરો તો કશુ જ અશક્ય નથી. કેરળની એક મહિલાએ આ સાબિત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતુ. બસ એને મનથી કરવાની જરૂર છે. જો તમે પૂરા દિલથી પ્રયત્ન કરો તો કશુ જ અશક્ય નથી. કેરળની એક મહિલાએ આ સાબિત કર્યુ છે. પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવા સાથે તેણે ભવિષ્ય માટે બચત પણ કરી અને 11 દેશોનો પ્રવાસ કર્યો.

mauli joy

વિદેશ યાત્રા માટે એકસ્ટ્રા મહેનત

મૌલી જૉય વિદેશ પ્રવાસ માટે અલગ બજેટ બનાવે છે. આ માટે તેમણે વધારે કામ કરવુ પડે છે. મૌલી કહે છે કે તે પ્રવાસ માટે એક્સ્ટ્રા કમાણી કરે છે. આ માટે તે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં અને રજાના દિવસોમાં પણ દુકાન ખોલે છે. આ સિવાય મૌલી વિદેશ જવા માટે ચિટ ફંડ કંપનીની સ્કીમનો પણ સહારો લે છે. જ્યારે તેમની પાસે પૈસા ખતમ થઈ જાય ત્યારે તે સોનુ પણ ગીરવે મૂકે છે. જે પછીથી તે તેની દુકાનની કમાણીમાંથી પાછુ મેળવે છે.

મૌલી જૉયે વર્ષ 2012થી વિદેશ પ્રવાસની શરૂઆત કરી

કેરળની મહિલા મૌલી જૉયે વર્ષ 2012માં પ્રથમ વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ 2017માં તે મલેશિયા અને સિંગાપોર ગયા હતા. તે પછીના વર્ષે તેમણે ઉત્તર ભારતની મુલાકાત લીધી. મૌલીનુ કહેવુ છે કે ભારતમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં તેમને જવુ છે. તેમણે અત્યાર સુધી પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી નથી. વિદેશ પ્રવાસ ઉપરાંત મૌલી ભારતમાં પણ તેના પ્રવાસનુ આયોજન કરતા રહે છે. મૌલીની મનપસંદ સફર 2019માં થઈ હતી જ્યારે તે બીજી વખત યુરોપ ગયા હતા. તેમણે નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સનો પણ પ્રવાસ કર્યો. આ દરમિયાન એમ્સ્ટરડેમ માટે રોમ લક્ઝરી ક્રુઝની યાત્રા કરી. મૉલીએ 15 દિવસના પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા અને ન્યૂ જર્સીની મુલાકાત લીધી હતી.

કરિયાણાની દુકાનની બચતથી 10 વર્ષોમાં 11 દેશોની યાત્રા

કેરળના ઇરુમ્પનમના રહેવાસી મૌલી જૉય ચિત્રપુઝામાં સાધારણ કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ 61 વર્ષના છે. તેમણે વિદેશ પ્રવાસમાં અત્યાર સુધીમાં લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં મોટાભાગની આવક દુકાનમાંથી જ થાય છે. વિસ્તારમાં તેમની દુકાન લુલુ મૉલ તરીકે ઓળખાય છે. આ દુકાન 26 વર્ષ પહેલા મૌલી અને તેમના પતિએ શરૂ કરી હતી. મૌલીના પતિનુ 18 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. મૌલી અત્યાર સુધીમાં યુરોપ સહિત 11 દેશોની યાત્રા કરી ચૂક્યા છે.

English summary
Woman earned lakhs from grocery shop in 10 years traveled to 11 countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X