દુનિયાની સૌથી મોંઘી લીપ આર્ટ, હોઠો પર લગાવ્યા 126 ડાયમંડ, ભાવ સાંભળીને ઉડી જશે હોશ

મેકઅપ કરવાનું હંમેશાંથી છોકરીઓને પસંદ છે. ધીરે ધીરે મેક-અપ એ આર્ટનું સ્વરૂપ લીધું. નેઇલ આર્ટ, હેર સ્ટાઇલ આર્ટ, લિપ આર્ટ, અને ખબર નથી બીજું શું-શું?

મેકઅપ કરવાનું હંમેશાંથી છોકરીઓને પસંદ છે. ધીરે ધીરે મેક-અપ એ આર્ટનું સ્વરૂપ લીધું. નેઇલ આર્ટ, હેર સ્ટાઇલ આર્ટ, લિપ આર્ટ, અને ખબર નથી બીજું શું-શું? ઑસ્ટ્રેલિયાના એક કલાકારે આ આર્ટ પર વિશ્વ રેકોર્ડ બનાવ્યો. વિશ્વના સૌથી મોંઘા લિપ આર્ટનો રેકોર્ડ. ઓસ્ટ્રેલિયાના રોઝેન્ડર્ફ ડાયમંડ જવેલર્સએ મોડેલના હોઠ પર 3.78 કરોડ રૂપિયાના હીરા લગાવી અનોખું અને અત્યાર સુધીનો સૌથી મોંઘુ લિપ આર્ટ કર્યું અને ગિનીઝ બુકમાં પોતાનું નામ સામેલ કરાવી લીધું છે. 126 હીરા હોઠો પર લગાવી મેકઅપ આર્ટીસ્ટએ આ રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચો: સુંદર દેખાવા યુવતીએ લગાવી હેર ડાય, 'વિજળીના બલ્બ' જેવો બની ગયો ચહેરો

Most valuable lip art નો રેકોર્ડ

Most valuable lip art નો રેકોર્ડ

ઑસ્ટ્રેલિયાના રોઝેન્ડર્ફ ડાયમન્ડ જ્વેલર્સે અનોખું અને સૌથી મોંઘુ લિપ આર્ટ બનાવી તેનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે. જ્વેલર્સના નામ પર સૌથી મૂલ્યવાન લિપ આર્ટનો રેકોર્ડ નોંધાયો. આ માટે મોડેલના હોઠ 126 ચમકતા હીરાથી સજાવવામાં આવ્યા હતા, જેનું કિંમત લગભગ 3.78 કરોડ રૂપિયા આંકવામાં આવી.

50 મી વર્ષગાંઠ પર બનાવ્યો રેકોર્ડ

50 મી વર્ષગાંઠ પર બનાવ્યો રેકોર્ડ

જ્વેલર્સે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પર્થમાં બનાવ્યો. રોઝેન્ડર્ફ ડાયમંડ જ્વેલર્સે આ રેકોર્ડ તેની 50 મી વર્ષગાંઠ પર બનાવ્યો. કંપનીની સ્થાપના 1963 માં કરવામાં આવી હતી. રોઝેન્ડર્ફ ખાસ હીરા જ્વેલર્સ તરીકે ઓળખાય છે. પોતાની 50 મી વર્ષગાંઠને ખાસ બનાવવા માટે આ અનોખા લિપ આર્ટને તૈયાર કરવાની કોશિશ કરવામાં આવી, જેમાં 126 ડાયમંડ મોડલના હોઠ પર શણગારવામાં આવ્યા હતા. આ કામ જિયા મેકઅપ આર્ટિસ્ટ ચાર્લી મેક દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું. ચાર્લીને આ કિંમતી હોઠોની સજાવટ કરતા લગભગ અઢી કલાકનો સમય લાગ્યો.

હીરાથી સજાવ્યા હોઠ

હીરાથી સજાવ્યા હોઠ

મેક-અપ કલાકારે પ્રથમ મોડેલના હોઠ પર બ્લેક લિપિસ્ટિક લગાવી તેમાં 22.92 કેરેટના 126 હીરા સજાવ્યા. આ હીરા રોઝેન્ડર્ફ જ્વેલર્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ બેશકિંમતી હોઠની સલામતી માટે દરેક જગ્યાએ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. રોઝેન્ડર્ફ પોતે મોડેલના હોઠ પરથી તમામ હીરા બહાર કાઢ્યા હતા. તેમણે આ કામ માટે લાંબો સમય લીધો. લાંબા સંશોધન પછી, તેને ડિઝાઇન પર કામ કરવા માટે ઘણો સમય ફાળવવો પડ્યો, ત્યારબાદ તેને અંતે વિશ્વના સૌથી મોંઘા લિપ આર્ટનો રેકોર્ડ બનાવવાની સફળતા મળી. રોઝેન્ડૉર્ફ આ રેકોર્ડ બનાવી ખૂબ ખુશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X