For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, 2021 સુધી મોંઘવારી ભથ્થામાં રોક

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને જોરદાર ઝટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને જોરદાર ઝટકો આપ્યો છે. લાંબા સમયથી પગાર વધારાની આશા રાખી રહેલ કરોડો કેન્દ્રીય કર્મચારીઓને નાણા મંત્રાલયના આ નિર્ણયથી ઝટકો લાગ્યો છે. પગાર વધારાના બદલે સરકારે મોંઘવારી ભથ્થામાં રોક લગાવી દીધી છે. કોરોના સંકટ વચ્ચે નાણા મંત્રાલયે મોટો નિર્ણય લઈને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવી દીધી છે.

કેન્દ્રીય કર્મચારીઓના ડીએ પર રોક

કેન્દ્રીય કર્મચારીઓના ડીએ પર રોક

કોરોના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર પડી છે. ઈકોનૉમી પર પડેલી આ અસરને ઘટાડવા માટે સરકારે ડીએમ પેમેન્ટ વિશે નિર્ણય કરીને કેન્દ્રીય કર્મચારીઓને મળતા ડીએ પર રોક લગાવી દીધી છે. સરકારે કહ્યુ છે કે આ રોક જાન્યુઆરી 2021 સુધી ચાલુ રહેશે. નાણા મંત્રાલય તરફથી જારી કરેલ આદેશ અનુસાર કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર પડેલ અસરને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય તરફથી જારી કરવામાં નિર્દેશ મુજબ 1 જાન્યુઆરી, 2020 બાદથી કેન્દ્રીય કર્મચારી પેન્શધારીને મળતી ડીએની રકમ નહિ આપવામાં આવે. 1 જુલાઈ 2020થી જે એડિશનલ ડીએ મળવાનુ હતુ તેના પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

વર્ષ 2012 સુધી મોંઘવારી ભથ્થાની ચૂકવણી પર રોક

વર્ષ 2012 સુધી મોંઘવારી ભથ્થાની ચૂકવણી પર રોક

નાણા મંત્રાલય તરફથી જારી આદેશ મુજબ 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી આપવામાં આવેલ મોઘવારી ભથ્થાની ચૂકવણી નહિ થઈ શકે. કેન્દ્ર સરકારના આ નિર્દેશ કેન્દ્રીય કર્મચારી અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન મેળવાર કર્મચારીઓ પર લાગુ થશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દેવામાં આવી. સરકારના આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર હશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની ઘોષણા કરવામાં આવી હતી અને આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 17 ટકા વધીને 21 ટકા થઈ ગયુ.

સરકાર બચાવી શકશે આટલી રકમ

સરકાર બચાવી શકશે આટલી રકમ

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને રોકવાથી સરકાર દર મહિને સરેરાશ 1000 કરોડ રૂપિયા બચાવી લેશે. કેન્દ્ર સરકાર પર આ મોંઘવારી ભથ્થાના કારણે 14,595 કરોડ રૂપિયાનો વધારાનો બોજ વધ્યો હતો. સરકારે માત્ર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવી છે એટલુ જ નહિ પરંતુ કોરોનાના કારણે રાજસ્વ પર પડેલી અસરને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર ઘણા પ્રકારની યોજનાઓમાં ઘટાડો કરી રહી છે.
આ પહેલા ગુરુવારે જ રક્ષા બજેટમાં ઘટાડાની વાત સામે આવી છે જ્યાં નવા પ્રોજેક્ટ્સને ખરીદીને થોડા સમય માટે રોકવાની વાત કહેવામાં આવી છે. વળી, ભારત સરકારે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સાંસદ, મંત્રીઓની સેલેરીમાં ઘટાડાનુ એલાન કર્યુ. સાંસદ નિધિ ફંડને 2 વર્ષ માટે રદ કરી દેવામાં આવ્યુ હતુ.

6 મહિને ડીએમાં વધારો

6 મહિને ડીએમાં વધારો

તમને જણાવી દઈએ કે સરકાર પ્રત્યેક 6 મહિનના અંતરે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરતી રહે છે. ફેરફાર બાદ મોંઘવારી ભથ્થાની ચૂકવણી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી કરવામાં આવે છે. આ વખતે કોરોનાના કારણે સરકારે આ ચૂકવણી પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થુ નહિ આપવાના નિર્ણયની અસર 1 કરોડ 13 લાખ કર્મચારી પર થશે.

આ પણ વાંચોઃ અમિત શાહનુ ટ્વિટઃ ભારતીયો પીએમ મોદીના હાથોમાં ખુદને સુરક્ષિત અનુભવે છે

English summary
1.13 crore central government employee no da hike till jan 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X