For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે બજેટમાં 100 નવી ટ્રેનોની થઇ શકે છે જાહેરાત

|
Google Oneindia Gujarati News

railway
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: રેલ બજેટમાં 100 નવી ટ્રેનો રેલવે પાટા પર ઉતરી શકે છે. આ ઉરાંત એ.સી ડબલ ડેકર્સ ટ્રેનો અને યાત્રી સુવિધાઓ ઉપરાંત વિભિન્ન રાજ્યોમાંથી ઉઠી રહેલી માગ અનુસાર કેટરિંગની સુવિધાઓમાં પણ વધારો થઇ શકે છે. નોંધનીય છે કે 26 ફેબ્રુઆરીને રેલ મંત્રી પવન કુમાર બંસલ પોતાનું પહેલું રેલ બજેટ રજૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું કે હાલના રેલવે બજેટમાં 600 એલએચબી કોચો સહિત 4200 નવા કોચના નિર્માણની જાહેરાત પણ થઇ શકે છે. આ વખતે બજેટમાં 20 સીએનજી લોકોજ સહિત 670 નવા લોકોમોટિવ્સના નિર્માણનું પણ આયોજન કરવામાં આવશે. સાથે સાથે બજેટમાં 16 હજાર નવા વેગન્સ બનાવવા માટે યોગ્ય રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે રેલ બજેટનો મુખ્ય ઉદેશ્ય સુખ સુવિધાને વધુ સારી બનાવવાનો રહેશે. જ્યારે પૂર્વોત્તોરના પ્રદેશોને નવી ટ્રેનોથી જોડવામાં આવશે.
જ્યારે કેટલીક એક્સપ્રેસ ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવશે. સાથે સાથે લોકોની માંગને ધ્યાનમાં લેતા કેટલીક લોકપ્રીય ટ્રેનોની ફ્રિકવન્સી વધારવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનાર બજેટમાં 100 નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. ગયા વર્ષે રેલવેના પેસેંજર સહિત 175 ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

English summary
Railways are planning to introduce about 100 trains in the Rail Budget 2013 to 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X