દુરદર્શન-ઓલ ઇન્ડીયા રેડીયોમાં 1,150 જગ્યા માટે ભરતી કરાશે

પ્રસાર ભારતીએ જણાવ્યું હતું કે ' સરકારે દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમ નિર્માણ અને ટેકનીકલ શાખામાં 1,150 જગ્યાઓને ભરવાની મંજૂરી આપી દિધી છે.' આ જગ્યાઓનો એ ૩,૪૫૨ અનિવાર્ય હોદ્દાઓમાં સમાવેશ થાય છે, જેને વર્તમાન નાણાપ્રધાન પી.ચિદમ્બરમના નેતૃત્વ હેઠળની ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા ૨૦૧૧માં મંજૂરી આપવામાં આવી હતી.
મોટા ભાગની જગ્યાઓ ગ્રૂપ બી અને ગ્રૂપ સીમાં છે, જેની ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે, જ્યારે બાકીની જગ્યાઓ પ્રસાર ભારતી રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયાની શરૂઆત આવતા વર્ષનાં મધ્ય સુધીમાં થશે.
પ્રસાર ભારતીના સીઇઓ જવાહર સરકારે કહ્યું હતું કે, 'પંદર વર્ષના લાંબા ગાળા પછી દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં ભરતી અંગેનો આ મોટો નિર્ણય છે.
આર્થિક પુનર્ગઠન માટે કેબિનેટ દ્વારા ૧૨,૦૭૧ કરોડ રૂપિયા જતા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે બીજો સૌથી મોટો નિર્ણય છે. વધતી જતી હરીફાઈનો સામનો કરવામાં અને અમારા દર્શકોને ગુણવત્તાસભર સામગ્રી પૂરી પાડવામાં તે મદદ કરશે.' જીઓએમ દ્વારા તેનું સંચાલન કરવા બદલ તેમણે માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીનો આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
