For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં FDIમાં 15 ટકાનો વધારો શક્ય : અર્થશાસ્ત્રીઓ

|
Google Oneindia Gujarati News

fdi
નવી દિલ્હી, 27 જૂન : સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) સાથે સંકળાયેલા એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ)માં આ વર્ષે 15 ટકા સુધીનો ઉછાળો આવવાની આશા છે

યુએન - ઇએસસીએપીના મુખ્ય અર્થશાસ્ત્રી નાગેશ કુમારે યુએનસીટીએડીની વિશ્વ રોકાણ રિપોર્ટ 2013ને રજૂ કરતા જણાવ્યું કે "આગામી સમયમાં ભારત માટે સંભાવનાઓ ઉત્સાહજનક છે. આ સકારાત્મક ભાવા દર્શાવે છે કે રોકાણકારોને વિશ્વાસ ખૂબ મજબૂત છે. વર્ષ 2013માં અહીં એફડીઆઇમાં 15 ટકાનો વધારો થવાની સંભાવના છે."

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં ભારતમાં એફડીઆઇમાં 29 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2012માં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ 26 અરબ ડોલર નોંધાયું હતું. યુએનસીટીએડીના એક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે ભારતે વિશ્વના ત્રીજા સૌથી આકર્ષક રોકાણ સ્થળના રૂપમાં પોતાનો રૂઆબ પાછો મેળવી લીધો છે. આ સર્વેક્ષણ 159 કંપનીઓ પર કરવામાં આવ્યો હતો. તેના જવાબના આધારે તારવવામાં આવેલા પરિણામોને અનુસાર ચીન અને અમેરિકા બાદ ભારત રોકાણ માટે ત્રીજો સૌથી આકર્ષક દેશ છે.

English summary
15 per cent rise possible in FDI in India : Economist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X