18 લાખ ખાતાઓમાં છે બેનામી સંપત્તિ? અરુણ જેટલીએ શું કહ્યું?

Posted By:
Subscribe to Oneindia News

નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે એક મોટી વાત જણાવી છે. નોટબંધી પછી આયકર વિભાગને તેવા 18 લાખ ખાતા વિષે જાણવા મળ્યું છે જેમના ખાતામાં જમા થયેલી જમા રાશિ ખાતા ગ્રાહકની આવક સાથે મેળ નથી ખાતી. અરુણ જેટલીએ કહ્યું કે આવા બેંક ખાતા પર આયકર વિભાગ નજર રાખીને બેઠું છે અને બની શકે કે આવનારા સમયમાં આમાંથી કોઇ પણ ખાતા કે ખાતા ગ્રાહક પર આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું કે જલ્દી આવા ખાતા ગ્રાહકોને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવશે. નોંધનીય છે કે અરુણ જેટલીએ આ નિવેદન લોકસભાના એક પ્રશ્નકાળ દરમિયાન આપ્યું હતું.

Arun Jaitley

તેમણે જણાવ્યું કે નોટબંધી પછી નિષ્ક્રીય પડેલા બેંક ખાતામાં જનધન યોજના હેઠળ ખોલેલા ખાતામાં ખોટી રીતે પૈસા જમા કરવામાં આવ્યા છે. જે અંગે ચોક્કસથી તપાસ થશે. અને આ માટે વિશેષજ્ઞોની પણ ખાસ મદદ લેવામાં આવશે. લોકસભામાં જવાબ આપતા અરુણ જેટલીએ કહ્યું હતું કે નોટબંધી પછી જે ખાતામાં ખોટી રીતે બેનામી સંપત્તિ જેવા મળી છે તેમને પહેલા નોટિસ મોકલી પ્રારંભિક જાણકારી માંગવામાં આવશે. જો તેમાં કંઇ શંકાસ્પદ લાગશે તો આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં આવા લોકો છે જેમને આ નોટિસ મોકલવામાં આવશે.

English summary
Arun Jaitley says in loksabha 18 lakh accounts being probed for large deposits after note ban.
Please Wait while comments are loading...