For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 લાખ કરોડનુ રાહત પેકેજઃ MSME બાદ આજે નાણામંત્રી ખેડૂતોને આપી શકે છે ભેટ

આજે એક વાર ફરીથી નાણામંત્રી રાહત પેકેજના બીજા ફેઝની ઘોષણા કરશે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ સામે લડી રહેલ ભારતને કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજ આપવાની ઘોષણા કરી છે. આ મહાપેકેજના પહેલા ફેઝની ઘોષણા નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કરી હતી. દેશના પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા માટે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી છે. જેના વિશે બુધવારે નાણામંત્રીએ તેમના પહેલા ફેઝનુ વિવરણ આપ્યુ.

nirmala sitharaman

આ પહેલા ફેઝમાં MSME સેક્ટર પર જોર આપવામાં આવ્યુ. પહેલા ફેઝમાં સરકારે MSME સેક્ટર માટે રાહત પેકેજની ઘોષણા કરી. આજે એક વાર ફરીથી નાણામંત્રી રાહત પેકેજના બીજા ફેઝની ઘોષણા કરશે. આજે એક વાર ફરીથી નિર્મલા સીતારમણ આર્થિક પેેકેજ માટે પ્રેસ કૉન્ફરન્સ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આજે નાણામંત્રી ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે મોટી ઘોષણાઓ કરી શકે છે. લૉકડાઉન સામે લડી રહેલ કૃષિ સેક્ટરને બળ આપવા માટે નાણામંત્રી આર્થિક પેકેજ આપી કૃષિ સેક્ટર માટે ઘોષણાઓ કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આજની ઘોષણાઓમાં નાણામંત્રી પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન યોજનાના વિસ્તારની ઘોષણા કરી શકે છે. વળી, ખેડૂતોની આવક વધારવા માટે મોટા એલાન કરવામાં આવી શકે છે.

દેશના અન્નદાતાઓને સશક્ત કરવા માટે રિફોર્મ વિશે ઘોષણાઓ થઈ શકે છે. ભવિષ્યમાં કોરોના જેવા સંકટમાં કૃષિ ક્ષેત્ર પર ઓછામાં ઓછી અસર પડે તેના માટે ઘોષણાઓ કરવામાં આવી શકે છે ભારતીય ખેડૂત ગ્લોબલ સપ્લાય ચેનમાં મોટી ભૂમિકા નિભાવે તેને જોઈને ઘોષણાઓ થઈ શકે છે. આ પહેલા બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગો વિશે ઘોષણા કરીને કહ્યુ કે એમએસએમઈ સેક્ટરને ઉભરવા માટે સરકાર વિશેષ પ્લાન લાવી છે. આ સેક્ટરને ગેરેન્ટી વિના ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન મળશે. જેનાથી લગભગ 45 લાખ લોકોને આનો ફાયદો મળશે અને નાના તેમજ લઘુ ઉદ્યોગોને મદદ મળશે. તેમની પાસે કોઈ ગેરેન્ટી ફી નહિ લેવામાં આવે.

દેશમાં કોરોનાના કુલ કેસ 78 હજારને પાર, 24 કલાકમાં 3722 નવા કેસદેશમાં કોરોનાના કુલ કેસ 78 હજારને પાર, 24 કલાકમાં 3722 નવા કેસ

English summary
20 lakh crore Covid relief package: Finance Minister Nirmala Sitharaman second Press Confrence Today may announce for Farmer and Agriculture sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X