For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી યુવા અરબપતિ બની કાઈલી જેનર

કહેવાય છે કે સમય બદલતા વાર નથી લાગતી. જ્યારે સમય સારો હોય તો બધુ સારુ હોય છે. જરૂરી નથી કે ફેમ અને સફળતા એક ઉંમરે જ મળે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે સમય બદલતા વાર નથી લાગતી. જ્યારે સમય સારો હોય તો બધુ સારુ હોય છે. જરૂરી નથી કે ફેમ અને સફળતા એક ઉંમરે જ મળે. નાની ઉઁમરમાં પણ સફળતા તમારા કદમ ચૂમી શકે છે. અને તેનું ઉદાહરણ પણ આપણી સામે છે. સામાન્ય રીતે આપણે ઉંમર પ્રમાણે આયોજન કરતા હોઈએ છીએ, પછી તે બિઝનેસ શરૂ કરવાની વાત હોય કે નોકરી દરમિયાન બચતની. પરંતુ માત્ર 20 વર્ષની કાઈલી જેનરે એ વાત સાબિત કરી છે કે સફળતા ઉંમર પર નિર્ભર નથી. અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર સફળતાનો નવો મુકામ હાંસલ કરી ચૂકી છે. ફોર્બ્સ મેગેઝિન મુજબ કાઈલી જેનર અમેરીકાની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ છે. હાલ કાઈલી જેનરની સંપત્તિ 90 કરોડ ડૉલર એટલે કે 6120 કરોડ રૂપિયા છે.

બે વર્ષ પહેલા કરી શરૂઆત

બે વર્ષ પહેલા કરી શરૂઆત

કાઈલીએ બે વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં કાઈલી કોસ્મેટિક્સ નામે કંપની શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કાઈલીની કંપની લગભગ 63 કરોડ ડૉલર એટલે કે 4284 કરોડ રૂપિયાની પ્રોડ્કટ વેચી ચૂકી છે. એટલું જ નહીં ફોર્બ્સ મેગેઝિન મુજબ રિયાલિટી શોઝ અને બિઝનેસના આધારે જ તેની કંપનીની વેલ્યુ 90 કરોડ ડૉલર પર પહોંચી છે. જેનર પોતાની કંપનીનીમાલિક છે. અને વીમેન એન્ટરપ્રિન્સોયર્સ માટે ઉદાહરણ બની ચૂકી છે. કાઈલીની કંપનીની શરૂઆત માત્ર 29 ડૉલરથી થઈ હતી. કાઈલીની કંપનીના લિપસ્ટિક મેચિંગ સેટથી લઈને લિપ લાઈનર પણ પોપ્યુલર છે.

જન્મદિવસે થશે પ્રકાશિત

જન્મદિવસે થશે પ્રકાશિત

ફોર્બ્સે કાઈલીને સૌથી ઓછી ઉંમરની સેલ્ફ મેડ પૈસાદાર અમેરિકન મહિલા ગણાવી છે. એક આંકડા મુજબ જો તેની આવક આવી રીતે જ વધતી રહી તો આગામી ત્રણ વર્ષમાં તે વિશ્વના સૌથી પૈસાદાર લોકોની યાદીમાં સામેલ થઈ જશે. એટલું જ નહીં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ પાછળ છોડી દેશે. માર્ક ઝુકરબર્ગે 23 વર્ષની ઉંમરમાં સૌથી યુવા અરબપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ઓગસ્ટમાં કાઈલી 21 વર્ષની થશે. ફોર્બ્સે કાઈલી પર કરેલી કવર સ્ટોરી પણ ઓગસ્ટમાં તેના જન્મદિવસે જ પ્રકાશિત થશે. ફોર્બ્સે કવર સ્ટોરીમાં લખ્યું છે કે 21 વર્ષની ઉંમરમાં તે તૈયાર છે સોથી ઓછી ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ બનવા માટે.

દરેકના મનમાં છે કાઈલી

દરેકના મનમાં છે કાઈલી

કાઈલી જેનરના ટ્વિટર પર લગભગ 2.56 કરોડ ફોલોઅર છે. તો 1.64 કરોડ લોકો કાઈલીની કંપનીને ડાયરેક્ટ ફોલો કરે છે. ફોર્બ્સ મુજબ તેમની કંપનીમાં ફક્ત 7 ફુલ ટાઈમ અને 5 પાર્ટ ટાઈમ કર્મચારી છે. ફોર્બ્સની કવર સ્ટોરી માટે ટ્વિટ કરીને કાઈલીએ લખ્યુ છે કે , 'ધન્યવાદ, ફોર્બ્સ આ આર્ટિકલ અને ઓળખ માટે. મને જે સારુ લાગે છે તે હું રોજ કરું છું. કાઈલી જેનર પહેલી વખત મીડિયામાં રિયાલિટી શો,'કીપિંક અપ વીધ ધ કાદર્શિયન'માં દેખાઈ હતી. ત્યારે તે ફક્ત 10 વર્ષની હતી. કાઈલી પોતાના ફેમિલીમાં સૌથી નાની છે. અને તેમની પાંચ બહેન છે.

સોશિયલ મીડિયા પણ કમાણીનો રસ્તો

સોશિયલ મીડિયા પણ કમાણીનો રસ્તો

હકીકતમાં, કાઈલી જેનરની કમાણી સોશિયલ મીડિયા દ્વારા પણ થાય છે. તે ઈન્સ્ટાગ્રામ અને સનેપચેટ પર દરેક કલાકે સેલ્ફી મૂકે છે, જેમાં તે કાઈલી કોસ્મેટિક શેડ્સ દર્શાવે છે, સાથે જ પોતાની કંપનીની આવનારી પ્રોડક્ટ્સની માહિતી પણ આપે છે. આ ઉપરાંત નવી પ્રોડક્ટ્સની પણ માહિતી શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ અને સ્નેપ ચેટ મળીને તેના કુલ 11 કરોડ ફોલોઅર છે. તેમાં સૌથી વધુ નાની ઉંમરની યુવતીઓ અને મહિલાઓ સામેલ છે.

English summary
20 Year Young Lady Kylie Jenner Is A Self Made Billionaire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X