For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020માં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધશે, કેશ ઑન ડિલિવરી ઘટશે

2020માં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધશે, કેશ ઑન ડિલિવરી ઘટશે

|
Google Oneindia Gujarati News

દેશમાં સ્માર્ટ ફોનની વધી રહેલી સંખ્યાને જોતા નિષ્ણાંતો માને છે કે વર્ષ 2020 ઓનલાઇન શોપિંગ અને ઓનલાઈન પેમેન્ટનું વર્ષ બની રહેશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ક્લબ ફેક્ટરીએ વર્ષ 2020 નો અંદાજ લગાવી આ માહિતી આપી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે ઓનલાઇન ખરીદીમાં અનુભવ સુધારવા કંપનીઓ પ્રયત્નશીલ રહેશે. જેને જોતા આ વર્ષે ફક્ત ઓનલાઇન શોપિંગ જ નહીં, પણ આ વર્ષે લાખો નવા ગ્રાહકો ઉમેરનારૂ બની રહેશે.

shopping

ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો ઉપલબ્ધ રહેશ

ક્લબ ફેક્ટરી અનુસાર 2020 માં ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો સાથે વધુ ગ્રાહકો ડિજિટલ પેમેન્ટ કરી શકશે. જેનાથી કેશ ઓન ડિલિવરી (સીઓડી) માં ઘટાડો થશે. ઇ-કોમર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો વધતો ઉપયોગ વધુ સારી લોજિસ્ટિક્સ, ઝડપી ડિલિવરી અને ખરીદીનો સારો અનુભવ કરાવશે. રિપોર્ટ અનુસાર આ વર્ષ ડિજિટાઇઝેશન પ્લેટફોર્મને સીધા સ્રોત એટલે કે ફેક્ટરી સાથે જોડવામા સફળ રહશે.

ઇન્ટરનેટની પહોંચ વધશે

ઇન્ટરનેટની પહોંચ વધતા નવા ગ્રાહકો ઓનલાઇન શોપિંગનો સાથે જોડાઈ શકશે. જેનાથી ઓનલાઈન ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. ઇ-કોમર્સ મોટા અને નાના શહેરો માટે પારદર્શક વ્યવસ્થા ઉભી થશે. બીજી તરફ વધુ ગ્રાહકો ડિલિવરી રેગ્યુલર કરવા અને પૈસા બચાવવા માટે સબ્સ્ક્રિપ્શન સેવાઓ અપનાવી શકે છે.

જીન્સ પહેરીને બાબા કાશીના દર્શન નહિ કરી શકો, જાણો ડ્રેસ કોડજીન્સ પહેરીને બાબા કાશીના દર્શન નહિ કરી શકો, જાણો ડ્રેસ કોડ

English summary
2020 will be year of online shopping
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X