3જી કેસ : SCએ સરકારને એરટેલ સામે પગલાં લેતા અટકાવી

3g
નવી દિલ્હી, 9 એપ્રિલ : સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને જણાવ્યું છે કે તે ભારતી એરટેલની વિરુદ્ધ કોઇ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરે નહીં. કંપની પર ગેરકાયદેસર રીતે સાત સર્કલમાં રોમિંગની સુવિધા આપવાનો આરોપ છે. તેણે આ સર્કલમાં 3જી સ્પેક્ટ્રમ માટે લાયસન્સ નહીં હોવા છતાં રોમિંગ દ્વારા તેને ઉપલબ્ધ કરાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સબંધિત પક્ષો પાસેથી 11 એપ્રિલે યોજાનારી આ કેસની આગલી સુનવણી સુધી સ્થિતિ જાળવી રાખવા માટે જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર તથા ન્યાયાધીશ વિક્રમજીત સેનની પીઠે જણાવ્યું કે મુદ્દાની સુનવણી 11 એપ્રિલના રોજ થવા દેવી જોઇએ. જ્યાં સુધી સંબંધિત પક્ષોને મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવે ત્યાં સુધી ટેલિકોમ વિભાગને કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા માટે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલની એ અરજી પર સુનવણી કરવાનું શરૂ કર્યું છે જેના પર દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્રના એ નિર્ણય પર પોતાની સહમતી દર્શાવી હતી જેમાં ટેલિકોમ કંપનીના 3જી રોમિંગ સમજુતીને ગોરકાયદેસર કહેવામાં આવ્યું છે.

ઉચ્ચ ન્યાયાલયે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં એકલ પીઠના આદેશને પડકારતા કહેવામાં આવ્યું હતું કે તેણે 3જી માટે દૈનિક ધોરણે ભારે નુકસાન થઇ રહ્યું છે અને ભારતી તેનો મફત ઉપયોગ કરી રહી છે.

ટેલિકોમ વિભાગે 15 માર્ચના રોજ એક સરક્યુલર જાહેર કરીને ભારતને સાત સર્કલોમાં જ્યાં તેની પાસે સ્પેક્ટ્રમ નથી તેમાં 3જી આંતર સર્કલ રોમિંગ સુવિધા આપવાથી રોકવામાં આવી હતી. આ ઉપરાંત ભારતી પર લાયસન્સની શર્તોનું ઉલ્લંઘન કરીને પ્રતિ સર્કલ રૂપિયા 50 કરોડના હિસાબથી રૂપિયા 350 કરોડ રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X