For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં નંબર 1 છે તેવા 4 લાર્જ કેપ ઇક્વિટી ફંડ

|
Google Oneindia Gujarati News

ભારતમાં જ્યારે પણ રેટિંગ્સની વાત આવે ત્યારે ક્રિસિલને હંમેશા લોકપ્રિય અને વિશ્વાસુ રેટિંગ એજન્સી ગણવામાં આવે છે. ક્રિસિલ દ્વારા મ્યુચ્યુઅલ ફંડને રેટિંગ આપવા માટે વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.

આ પદ્ધતિ દ્વારા ગણતરી કરીને આપવામાં આવતા રેટિંગ્સમાં રિસ્ક એડજેસ્ટેડ રિટર્ન્સ, ઉદ્યોગોનું જ્યાં ધ્યાન કેન્દ્રિત થયું હોય તેવા પોર્ટફોલિયો, કંપનીનું બંધારણ, પ્રવાહિતા વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વિશ્લેષણને ધ્યાનમાં રાખીએ તો ભારતના શ્રેષ્ઠ રેટેડ 4 લાર્જ કેપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની વિગતો જોઇએ...

1. BNP પરિબાસ ઇક્વિટી ફંડ

1. BNP પરિબાસ ઇક્વિટી ફંડ


BNP પરિબાસ ઇક્વિટી ફંડને ક્રિસિલે ભારતમાં નંબર વન લાર્જ કેપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું રેટિંગ આપ્યું છે. વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા પણ તેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 40 ટકા જેટલું વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષની ગણતરી કરીએ તો 15 ટકા કરતા વધારે વળતર આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં ભારતી એરટેલ, એચડીએપસી બેંક અને ટીસીએસનો સમાવેશ થાય છે.

2. એસબીઆઇ બ્લ્યુ ચિપ ફંડ

2. એસબીઆઇ બ્લ્યુ ચિપ ફંડ


એસબીઆઇ બ્લ્યુ ચિપ ફંડ પણ ક્રિસિલ દ્વારા નંબર વન રેટિંગ આપવામાં આવ્યું છે. જો કે વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા તેને 5 સ્ટાર નહીં પણ 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 40 ટકા વળતર આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં મારૂતિ સુઝુકી, એચડીએફસી બેંક અને અન્ય સ્ટોક્સનો સમાવેશ થાય છે.

3. યુટીઆઈ ઇક્વિટી ફંડ

3. યુટીઆઈ ઇક્વિટી ફંડ


યુટીઆઈ ઇક્વિટી ફંડને પણ નંબર વન ઇક્વિટી ફંડ ગણવામાં આવે છે. તેણે છેલ્લા એક વર્ષમાં 35 ટકા વળતર આપ્યું છે. તેમાં લઘુત્તમ 500 રૂપિયાથી એસઆઇપી પ્લાન શરૂ કરી શકાય છે.

બિરલા સનલાઇફ ટોપ 100

બિરલા સનલાઇફ ટોપ 100


બિરલા સનલાઇફ ટોપ 100 છેલ્લા એક વર્ષમાં 44 ટકા જેટલું સુપર રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને કારણે તેનું પરફોર્મન્સ જળવાઇ રહ્યું છે. નિફ્ટીએ 25 ટકાનું વળતર આપ્યું છે.

English summary
4 Large Cap Equity Funds That Are Rated Number One.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X