For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વભરમાં વાર્ષિક 4 મિલિયન ટન ઇ કચરો ઠલવાય છે : સિબલ

|
Google Oneindia Gujarati News

e-waste
નવી દિલ્હી, 9 એપ્રિલ : ટેલિકોમ પ્રધાન કપિલ સિબલે જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરેદર વર્ષે 4થી 5 કરોડ ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે ઇ-વેસ્ટ ઠલવાય છે. ઇ-વેસ્ટના સર્જનમાં ભારતની ભાગીદારી માત્ર 8 લાખ ટન છે. આઇએપસી તથા એટરોના એક કાર્યક્રમમાં આ માહિતી કપિલ સિબલે આપી હતી અને ઇ વેસ્ટના જોખમને ગંભીરતાથી જોવા માટે અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું કે ઇ વેસ્ટમાં એવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલોક્ટ્રોનિક સાધનો આવે છે જેને બિનઉપયોગી સમજીને નાખી દેવામાં આવે છે. આ મુદ્દે તેમણે પશ્ચિમી દેશની ટીકા કરતા જણાવ્યું કે તેમની રૂચિ ભારત સાથે માત્ર વ્યાપાર કરવાની છે. તેમણે આ ઉપરાંત વિશ્વના અન્ય ભાગોના વપરાશકારો પર ઇ વેસ્ટને કારણે થનારા પર્યાવરણના પ્રભાવને પણ સમજવા જોઇએ.

સિબલે જણાવ્યું કે પશ્ચિમી દેશો ઉદારીકરણ અને વૈશ્વિક વ્યાપારને પ્રોત્સાહિત કરે છે. તેઓ વિશ્વના અન્ય દેશોને વેરાઓ ઓછા કરવા માટે સમજાવે છે. જેથી તેઓ ભારતને પોતાના ઉત્પાદનો ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી શકે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતના 90 ટકા ઉપકરણો બહારથી આયાત કરેલા છે. અહીં તેમને માત્ર એસેમ્બલ કરવામાં આવે છે. વાસ્તવમાં ભારતમાં કોઇ સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ એકમ નથી.

English summary
4 million tons annually worldwide e waste : Sibal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X